News of Wednesday, 3rd July 2024
ખંભાળિયા કેનેડી બ્રિજનો ડ્રાયવર્ઝન ધોવાઇ ગયો મોસમનો ૨૬ ઇંચ વરસાદ

(કૌશલ સવજીયાણી દ્વારા) ખંભાળિયા તાઃ ૨: રામનાથ ખાતે ૧૨૦ વર્ષ જુનો કેનેડી બ્રીજ જર્જરીત થઇ ગયો હોય જીલ્લા તંત્રના આદેશથી આ પુેુલ રાહદારીઓ માટે પણ બંધ કરવામાં આવ્યો હતો જે પછી પાલિકા દ્વારા નીચે નદીના વિસ્તારમાં પાઇપો નાખીને પાણી ના નિકાલની વ્યવસ્થા સાથે ડાયવર્ઝન કરવામાં આવ્યો હતો પણ મોસમનો વરસાદ પણ રાઉન્ડમાં ૨૭ ઇંચ જેટલો થઇ જતા વસરાદી પાણી પૂરથી આખો ડ્રાયવર્ર્ઝન ધોવાઇ જતા આ પાણી થી માટી પણ હોય નીકળતા ટુવ્હીલર-બાળકો રોજ પડતા અકસ્માત સર્જાતો હોય તાકીદે નવો ડ્રાયવર્ઝન બનાવવા માંગ કરાઇ છે.
કેનેડી બ્રીજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવા તો રાજય સરકારે રકમ મંજુર કરી છે. પણ ચુંટણીયોને કારણે પ્રક્રિયા ના થતા હજુ ટેંડરીંગ પ્રક્રિયા ચાલુ છે. ત્યારે આ પુલ બંધ હોય નજીકના લોકોને પોતાના ઘેર જવા પાંચ કિ.મી. નો ફેરો કરીને અટકાવી હોસ્પિટલ ચારરસ્તા પાસેથી જુવું પડતું હોય તથા ખંભાળિયાથી પોરબંદર તથા ભાણવડ જતા રસ્તાઓ પર જતા વાહન ચાલકો ને પણ પરેશાની થતી હોય ખંભાળિયાના અગ્રણીઓ હિતેન્દ્રભાઇ આચાર્ય થારીયાભાઇ ગઢવી, આલાભાઇ ગોમીયા તથા પંકજસિંહ બાબરીયાદ્વારા રજુઆત કરવામાં આવી છે.
કાંકરી બંયડ વાપીને રસ્તા રીપેરીંગ કરવા માંગ કરાઇ છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
