News of Friday, 5th July 2024
મોરબીમાં હિન્દૂ યુવા વાહીની દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ.
નગર દરવાજે રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન, પોલીસે સમય સુચકતા વાપરીને પૂતળું સળગાવવા ન દીધું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં હિન્દૂ યુવા વાહીની દ્વારા આજે રાહુલ ગાંધીના પૂતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ પોલીસે સમય સુચકતા વાપરીને આ પૂતળું સળગાવવા દીધું ન હતું. .
મોરબીના નગર દરવાજે આજે હિન્દૂ યુવા વાહિની દ્વારા સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દૂ વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન રાહુલ ગાંધી હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ સાથે રાહુલ ગાંધીના પૂતળાને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પણ પોલીસે સમય સૂચકતા વાપરીને પૂતળું સળગાવા દીધું ન હતું.
અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ગુજરાત સંગઠન મંત્રી કમલેશભાઈ આહીરે જણાવ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં હિન્દૂ સમાજની લાગણી દુભાવવાનું જે કાર્ય કર્યું છે. હકીકતમાં આ મંદબુદ્ધિ કહેવાય. અવાર નવાર આવું બોલવામાં આવે છે પણ હિન્દૂ સમાજ હવે સહન નહિ કરે. જો રાહુલ ગાંધી માફી નહિ માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે
(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
