News of Friday, 5th July 2024
વિસાવદર કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા તથા રૂપિયા સોળ લાખનો દંડ ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો
ફરિયાદીના વકીલ અતુલભાઈ દવેની ધારદાર દલીલો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદરના એડવોકેટ અતુલભાઈ દવેના જણાવ્યા અનુસાર વિસાવદર તાલુકાના સરસઇ ગામે રહેતા અને ખેતીકામ કરતા રઘુવિરભાઇ ભરતભાઇ વાલાને તેના જ ગામમાં રહેતા રજનીકભાઈ મુકેશભાઈ વિરડીયાને તેના કાજુ બદામના ધંધાના વિકાસ માટે રૂપિયા ૮,૦૦,૦૦૦/ની જરૂર પડતા ફરિયાદી રઘુવિરભાઇ પાસેથી હાથ ઉછીના લીધેલા અને આરોપીએ તે રકમનું ચુકવણું કરવા માટે તેની ધિ જુનાગઢ કોમર્સિયલ કો.ઓપ.બેન્ક લિ.જુનાગઢ શાખાનો ચેક આપેલ જે ચેક પણ બેન્કમાંથી એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત ફરેલ ત્યારબાદ ફરીયાદીએ આરોપીનો ચેક પરત ફરેલ હોવાની આરોપીને જાણ કરવા છતાં રકમ ચુકવેલ નહી. જેથી ફરિયાદીએ તેમના એડવોકેટ અતુલ ડી. દવે મારફતે આરોપીને નોટિસ આપેલ જેનો આરોપીએ કોઈ જવાબ નહિ આપતા ફરિયાદીના વકીલ દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ. જેમાં આરોપીએ ફરિયાદવાળો ચેક અન્ય પાસેથી મેળવી તેમાં ખોટી રકમ, તારીખ નાખી ચેકનો દૂર ઉપયોગ કરેલ હોવાની તકરારો લીધેલ હતી ત્યારબાદ આરોપીનો જવાબ લેવામાં આવેલ જેમાં પણ આરોપીએ ઉપર મુજબનો બચાવ લીધેલો હતો.આ કામમાં ફરિયાદી વતી વિસાવદરના એડવોકેટ અતુલ ડી. દવે દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઈકોર્ટે તથા અન્ય કોર્ટોના વિવિધ ચુકાદાઓ તથા કાયદાકીય જોગવાઈઓ સાથેની દલીલો કરતા વિસાવદર કોર્ટ દ્વારા આરોપીને આ કેસમાં રૂપિયા આઠ લાખ પુરાની રકમ સામે સોળ લાખ પુરાનો દંડ તથા બે વર્ષની સજા અને દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સજા ફટકારતા ચકચાર મચી ગયેલ છે આ ચુકાદાથી હાથ ઉછીની રકમ મેળવી ચેકો આપનારા લોકોમાં ફફડાટ મચી ગયેલ છે તેમ એડવોકેટ અતુલભાઈ ડી.દવે દ્વારા જણાવાયુ છે.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
