News of Friday, 5th July 2024
કૌટુંબિક બહેનને ભગાડી જવા મુદ્દે પિતરાઇની હત્યા કરનાર બે ગણતરીની કલાકોમાં ઝડપાયા
હળવદના રાયસંગપુરમાં ગામે બનેલી ઘટનામાં હળવદ પોલીસ અને એલસીબીની સંયુક્ત કાર્યવાહી

(દીપક જાની દ્વારા) હળવદ,તા. ૫: હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયા અગાઉ આરોપી ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાની બહેનને ભગાડી ગયો હોય જેનું મનદુઃખ રાખી ગઈકાલે બન્ને આરોપીઓએ શામજીભાઈના ઘરમાં ઘુસી છરી અને પાઇપ વડે હુમલો કરતા શામજીભાઈ બાબુભાઇ લોલાડીયાનું મૃત્યુ નીપજયું હતું જયારે તેમના ભાઈ ગોપાલ ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કરતા ઈજાઓ પહોંચતા મૃતકના પિતા બાબુભાઇ ગોકળભાઇ લોલાડીયાએ ફરિયાદ નોંધાવી હતી.
પીઆઇ આર.ટી.વ્યાસ અને એલસીબી પીઆઇ એમ.પી.પંડયાએ સંયુક્ત ટિમો બનાવી તપાસ શરુ કરી યુવાનની હત્યા કરનાર આરોપી ગૌતમ કરમણભાઇ લોલાડીયા અને વિપુલ કરમણભાઇ લોલાડીયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
