News of Friday, 5th July 2024
રવિવારે બગસરામાં શ્રી આપાગીગા ગાદી મંદિરે અષાઢી બીજ મહોત્સવ

(દર્શન ઠાકર દ્વારા) તા. ૫: બગસરાઃ પૂ. શ્રી આપાગીગાના ગાદી મંદિરે તા.૭/ ને રવિવારે સવારે ૭:૦૦ કલાકે મંગળા આરતી, શ્રી હનુમાન ચાલીશાના પાઠ, હોમાત્મક યજ્ઞ બાદ પૂજય આપાગીગા ગાદી મંદિર ઉપર સમસ્ત ગધઇ પરિવાર તથા રમેશભાઇ અરજણભાઇ સરવૈયા (ગોકુલધામ સોસાયટી, બગસરા) ના નિવાસસ્થાનેથી ધજાનું સામૈયું (શોભાયાત્રા) વાજતે ગાજતે પૂ. આપાગીગાના ગાદી મંદિરમાં સવારે ૧૦:૦૦ કલાકે આવશે.
મહંતશ્રી પૂ. જેરામબાપુના હસ્તે ગાદી મંદિરમાં ધ્વજા રોહણ કરવામાં આવશે. તેમજ બહુમૂલ્ય પ્રસાદી વસ્તુ પૂ.શ્રી આપાગીગાના કપડા, માળા, બેરખો, કેશ (વાળ) લાકડી તેમજ પૂરોગામી સંતોની પ્રસાદીની વસ્તુઓને પૂજન, ધૂપ, દિપ અને નિવેદ ધરાશે. સાંજના મહા આરતીના દર્શન થશે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના ભાવિકો તેમજ ગાદી મંદિરના સેવક પરિવારને આ ઉપસ્થિત રહેવા અને ધર્મ લાભ તેમજ સાંજના મહાપ્રસાદનો લાભ લેવા પધારવા પૂ. મહંતશ્રી જેરામબાપુ એ આમંત્રણ આપેલ છે. સફળ બનાવવા શ્રી ગીગેવ ગૃપ તેમજ રાસ મંડળના સભ્યો કોઠારી હરીબાપુ જહેમત ઉઠાવી રહલ છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
