News of Friday, 5th July 2024
ગોંડલના વેકરી પાસે ર૧૪ બોટલ દારૂ સાથે કૃષ્ણસિંહ ચુડાસમાની ધરપકડ
સપ્લાયર અજીતસિંહ ઝાલાની શોધખોળઃ પાટીદડ ગામે કિશન મકવાણા રપ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટ તા. પઃ ગોંડલ તાલુકા પોલીસે વેકરી ગામ પાસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જયારે સપ્લાયરની શોધખોળ હાથ ધરાઇ છે.
મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસના હેડ કો. રૂપકમ બહાદુર, પો.કો. રવિરાજસિંહ વાળા, હરેશકુમાર વાઘેલા તથા રણજીતભાઇ ધાંધલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મળેલ બાતમી આધારે વોચ ગોઠવી ગોંડલના વેપારી પાસે હાઇબોન્ડથી વેકરી જઠતા કાચા રસ્તે કૃષ્ણસિંહ ઉદેસિંહ ચુડાસમા પ્લાસ્ટીકની થેલીઓ સાથે ઉભા હોય તે ચેક કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ર૧૪ બોટલ કિ. ૭૪,૯૦૦નો જથ્થો મળી આવતા કૃષ્ણસિંહની ધરપકડ કરાઇ હતી. પકડાયેલ કૃષ્ણસિંહે આ દારૂનો જથ્થો અજીતસિંહ પુંજસિંહ ઝાલા રે. ગોંડલ આપી ગયાનું જણાવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
તેમજ તાલુકા પોલીસની ટીમે પાટીદડ ગામે રેઇડ કરી રપ બોટલ દારૂના જથ્થા સાથે કિશન જીતેન્દ્ર મકવાણા રે. પાટીદડને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
