News of Friday, 5th July 2024
સાળંગપુરમાં ભાજપ કારોબારીઃ વડાપ્રધાનને અભિનંદનઃ સ્થાનિક ચૂંટણીઓ જીતવાનો સંકલ્પ

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારી બેઠક ગઇકાલ સાંજથી બોટાદ પાસેના સાળંગપુરમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની હાજરીમાં શરૂ થઇ છે. ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આવી રહેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ જીતવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. કારોબારીમાં પ્રદેશ હોદેદારો, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સહિત ૧ર૦૦ આગેવાનો ભાગ લઇ રહ્યા છે. નજીકના ભવિષ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
