News of Friday, 5th July 2024
પોરબંદરમાં શીશમ કાષ્ટના કલાત્મક રથમાં જગન્નાથજીની નગર યાત્રા
અષાઢી બીજે જગન્નાથજીનો રથ એક સમયે મુખ્ય બજાર થઇને જુના શહેરની શેરી-ગલીમાં પસાર થતો હતોઃ આજે રૂટ ટુંકાવાયો છેઃ ફણગાવેલ મગ-ચણા અને ચોખાની કુલેરનો પ્રસાદ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૮ : સમગ્ર ભારતમાં અષાઢ માસનું ખાસ મહત્વ રહેલ છે. વિશેષ મહત્વ ઓરીસ્સામાં જગ્નનાથજી રથયાત્રાનું રહે છે.પુરી શહેરમાં ચાર ધામમાં મુખ્ય મંદીર ગણાય છે. અરબી સમુદ્રનો કિનારો આવેલ યાને વસેલ છે.
ગુજરાતમાં અમદાવાદ શહેરનું મહત્વ છે. આશરે ૧પ૦ વર્ષ પુરાણી રથયાત્રાનો મહિમા છે. તેમજ સૌરાષ્ટ્ર માં પણ મહત્વ વિશેષ વધતુ જાય છે. પોરબંદર, રાજકોટ, ભાવનગર તેમજ અન્ય શહેરોમાં છે.
શ્રીમદ વલ્લભાચાર્ય (મહાપ્રભુજી) એ સ્થાપેલ પૃષ્ટી મર્ાીય વૈષ્ણવ સંપ્રદાયમાં પણ સહવિશેષ મહત્વ રહેલ છે. પૃષ્ટી સંપ્રદાયની હવેલીમાં બિરાજમાન શ્રી સ્વરૂપ ઠાકરજીને રથવામાં બેસાી દર્શન કરાવવામાં આવે છે. ચાર ભાગમાં દર્શન કરાવવામાં આવેલ છે. વિવિધ રીતે બે થી ત્રણ કલાકના સમયગાળામાં આ દર્શન કરાવવામાં આવે છે. અસંખ્ય શ્રધ્ધાળુ વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ વૈષ્ણવોનો બહોળો સમુહ ચારેય ભોગની ઝાંખી દર્શનનો લાભ લ્યે છે. અનેક મહિમાથી રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ અંગે તેમની દંતકથા પણ ઘણી પ્રચલીત છે. શ્રી જગન્નાથજીની મુર્તિ કાષ્ટ સવન અથવા લીમડાના કાષ્ટમાં બને છે. મુખર્વિદ છે. જગન્નાથજી શ્રી કૃષ્ણ અવતાર યાને વિષ્ણુ અવતાર જ ગણાય. જેથી પૃષ્ટી વૈષ્ણવ સંપ્રદાયમાં માહત્મય રહેલ છે. રથયાત્રા ઉત્સવના પ્રારંભ પહેલા જેઠ શુદ ક્ષ્પ વરસાવત્રીના જલયાત્રા ઉત્સવ મનાય છે. તે દિવસ જાહરેમાં હવેલીમાં બિરાજમાન શ્રી સ્વરૂપ ઠાકોરજી વિવિધ તિર્થજલ તેમજ કેશરચંદન સુગંધી દ્રવ્યથી સ્નાન કરાવવામાં આવે છે. તે જલ પ્રસાદી સ્વરૂપે વૈષ્ણવને આચમની આતે તે અનુકુળ મહિમા સ્નાનયાત્રાના જલનો રહેલ છે.
સ્નાન યાત્રાના જેઠ શુદ ૧પ વટ સાવીત્રી વ્રત બાદ શ્રી સ્વરૂપ ઠાકોરજી હવેલીમાં બિરાજમાન ભીતર રૂમ અંદર રૂમમાં બિરાજમાન પંદર દિવસ સુધી રહી દર્શન આપે જયારે શ્રી જગન્નાથજી મંદીરમાં પંદર દિવસ સુધી નિજ મંદીરના દરવાજા ખુલતા નથી. શ્રી જગન્નાથ શ્રીકૃષ્ણ સ્વરૂપ સાથે તેમના બહેન સુભદ્રા તથા મોટાભાઇ બલરામ (શેષનાગ ) બિરાજમાન છે. તેમના દર્શન પંદર દિવસ થતા નથી. ઓરીસ્સા -પુરી તથા અમદાવાદની રથયાત્રા અષાઢી બીજના દિવસે અલગ અલગ રથમાં નીકળે છે. જલયાત્રા પછી શ્રી જગન્નાથજી મોસાળ જાય છે. અને મોસાળેથી પાછા ફરતા આ શોભાયાત્રા નીકળે છે. આ વિશેય ઘણી માહીતી સભર માન્યતા પૌરાણીક-શાષાોકત ગ્રંથમાં ઉલ્લેખ છે.
સંક્ષિપ્ત માહીતી બાદ પોરબંદર શહેરમાં શ્રી જગન્નાથજી મંદીર આવેલ છે. બે મંદીર છે. મોટા ભાગે લોકો ભકતોને માત્ર એક સુદામાજી મંદીર સમીપ આવેલ. શ્રી જગન્નાથજીના મંદીરથી પરીચીત છે. જયારે બીજા પૌરાણીક જગન્નાથજી મંદીર નહીવત લોકોને જાણકારી છે. આ જગન્નાથજી મંદીર જુનો પોરબંદર શહેરમાં ભાટીયા બજારમાં દેલવાડી માતાજીના મંદીર કેશવશાળા પાસે આવેલ છે. ભાટીયા બજાર રોડ જુમ્મા મસ્જીદ શરૂ થઇ સીધો જુના બંદર પર જાય છે. તે જ એક ઉપર આવેલ છે. જગન્નાથ મંદીર પ્રખ્યાત છે. તે વિસ્તાર જગન્નાથ મંદીર શેરી નવલખાથી ઓળખાય છે. તેમજ ડો.તનસુખભાઇ દવાખાના ચોકથી વધુ પ્રચલીત છે. ભાટીયા સદગૃહસ્ત વીરજી કાનજી ચોક પણ કહેવાય છે. આ મંદીર સંપુર્ણ જીર્ણ હાલતમાં હતું. પરંતુ તે વિસ્તારમાં શ્રમીક ખારવા પરિવાર દ્વારા તેમની શ્રમની આવકથી મંદીરનો જીર્ણોધ્ધાર આશરે દશ બાર વરસથી કરવામાં આવેલ છે. અને પુજનીય સવાર સાંજ નિયમીત મંદીરમાં આરતી વિગેરે થાય છે. અહી પુજારી ત્યાં રહેતા લોકો છે. પોરબંદર મર્યાદીત શહેર હતું. તે વખતનું પ્રાચીન મંદીર છે. જયા સુદામા ચોકમાં સુદામાં મંદીર સામે આવેલ જગન્નાથ મંદીર બસો વર્ષ પહેલાનું ગણાય છે. તેનો જીર્ણોધ્ધાર શ્રી સુદામા મંદીર નવ નિર્માણ પામ્યું. ત્યારે સ્વ.વૈષ્ણવ નેમીદાસ કલ્યાણજી તથા મોતીચંદ કપુરચંદ ગાંધી દ્વારા મંદીર દિવાલ રેલીંગ કાંગરાની બનાવેલ તે પૌરાણીક સ્થિતિમાં છે. મામા કોઠા સામે આવેલ છે. આ મંદીરમાં પૌરાણીક આશરે બસો વર્ષ પુરાણો કાષ્ટરથ છે. જે જીર્ણ છે.
બીજો રથ છે. આ રથ દર અષાઢી બીજ-ત્રીજ રથયાત્રાના દિને મંદીરમાં બહાર લાવવામાં આવતો અને તેમાં મંદીરમાંથી બિરાજમાન શ્રી કૃષ્ણ મુર્તિ પધરાવી શહેર નગરયાત્રા નિકળતી. વર્ષમાં એક વાર શ્રી જગન્નાથ શહેર નગર યાત્રાએ નિકળતા. શકય હોય તે રીતે મુખ્ય બજાર -શહેર-નગર શેરી ગલ્લીએ ભકતોના ઘરે રથમાં બેસી દર્શન આપવા જતા. તેમજ પુષ્ટી માર્ગીય હવેલી સંપ્રદાયની હવેલીએ રથ લાવવામાં આવતો. જયાં શ્રી જગન્નાથજીનો રત શેરી ગલ્લીઓ કે પોડમાં કે ભકતોના આંગણે જઇને ઉભે ત્યાં તેમને વધાવી પ્રસાદી-આરતી વિગેરે ધરી. સ્વાગત કરવામાં આવતું. તેમની પ્રસાદીમાં ફણગાવેલ મગ-ચણા કે જેના કોટા ફુટયા હોય. બે ત્રણ દિવસ પહેલા પલાળેલા. ત્યારે કોટા ફુટે તથા ચોખ્ખાનો કુલેર લાડવાનો પ્રસાદ આપવામાં આવતો. સુદામાં મંદીર સન્મુખ આવેલ જગન્નાથજી મંદીરના પુજારી રામાનંદી સાધુ (બાવાજી) છે. જે સુદામા મંદીરના પુજારી છે. તેમના વારસો છે. વર્ષો વર્ષ અથવા કૌટુંબીક સમજુતીથી અરસપરસ વારા બદલાય અને પુજા વિગેરે સંભાળે. જગન્નાથજી બિરાજ રથને દોરડાથી પુરૂષો ખેંચી નગર-શહેરની પ્રદક્ષિણા કરાવે છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
