<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

મેંદરડા પંથકમાં ૧ લાખ ૪૪ હજારના ‘વાળ' ભરેલ કોથળો છરી બતાવી લૂંટી ગયેલા કોડીનારના ત્રણ શખ્‍સો ઝડપાયા

જુનાગઢ, તા. પ : મેંદરડા પોલીસ સ્‍ટેશન કલમ- ૬૧(૨) તથા ૩૦૯(૪) તથા જી.પી.એક્‍ટ કલમ ૧૩૫ મુજબનાં ફરીયાદી શ્રી બાલુભાઇ ઉર્ફે બાલો જીલુભાઇ વાઘેલા દેવીપુજક ઉ.વ.ર૭ ધંધો વાળ લે-વેચનો રહે. મેંદરડા સામાકાંઠા સમઢીયાળા રોડ ઉપર પ્રફુલભાઇ ગજેરાના વંડામાં તથા સાહેદ ચલાળાથી મોટર સાયકલ જી.જે.૧૪ બી.એફ ૩૧૯૦ વાળીમાં માનવ વાળ આશરે છત્રીસ કિલો જેની જામકા ચોકડી કિ.રૂ. ૧,૪૪,૦૦૦/- લઇને આવતા હતા ત્‍યારે થી મોટી ખોડીયાર ગામની વચ્‍ચે પહોંચતા એક સફેદ કલરની ઇકો ગાડી જી.જે.૩ ૨.ટી.૫૪૫૦ વાળીમાં આવેલ. આરોપીઓએ છરી બતાવી ફરી. પાસે રહેલ વાળ ભરેલ કોથળો કિ.રૂ.૧,૪૪,૦૦૦/-તથા મોટર સાયકલ કિ.રૂ. ૩૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ. ૧,૭૪,૦૦૦/- ની લુંટ કરી ગયેલ.

 દરમ્‍યાન અત્રેના પો.સ્‍ટેના હકીકત મળેલ તે આધારે આરોપી નં (૧) આશિફભાઈ જુમાભાઈ દલ .ગામેતી ઉ.વ.૪૦ ઘંઘો.વાળ લે-વેચનો(૨) સફીરભાઈ મમદભાઈ સોલંકી ઉ.વ.૨૩ ઘંઘો.ફરસાણનો (૩) દિનેશભાઈ ઉર્ફે દિનુભાઈ બાલુભાઈ સોલંકી મીર મીર મુસ્‍લીમ  ઘંઘો.ડ્રાઈવિંગ રહે.ત્રણેય કોડીનાર વિરાટનગર જી.ગીરસોમનાથ વાળાઓને રાઉન્‍ડ અપ કરી ઉપરોક્‍ત લુટ મા ગયેલ ૧૦૦ટકા મુદામાલ રીકવર કરેલ તેમજ મજકુર આરોપીઓને ધોરણસર અટક કરેલ છે. આ કામગીરી (૧) પો. સબ. ઇન્‍સ. એસ.એન.સોનારા (૨) પો. હેડ. કોન્‍સ. અરવિંદભાઈ હિરાભાઈ હેરભા (૩) પો. હેડ. કોન્‍સ. મેરામણભાઈ રામભાઈ વાળા (૪) પોલીસ કોન્‍સ. દિનેશભાઈ મેણંદભાઈ ચાવડા (૫) કમલેશભાઈ દેવાભાઈ પાથર (૬) કેતનભાઈ મગનભાઈ મકવાણા (૭) રજનીકાંતભાઈ હરસુખભાઈ મહેતા (૮) નવલભાઈ દલસુખભાઈ નળીયાપરા તથા મેંદરડા પો.સ્‍ટે.ના સ્‍ટાફે સાથે રહી  કરેલ છે.

(1:25 PM IST)