<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

જેતપુરમાં બનાવટી દુધની પ્રોડકટ બનાવતી ફેકટરી ઉપર ફુડ એન્‍ડ ડ્રગ વિભાગે રેડ કરી રૂા. ર.૧૦ લાખનો જથ્‍થો નાશ કર્યો

દુધ, પનીર, ક્રીમના સેમ્‍પલો પૃથ્‍થકરણ કરવા માટે લેવાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., પઃ શહેરમાં નકલી  દુઘની પ્રોડકટ બનાવવાનું કારખાનુ ધમધમતુ હોવાની બાતમીના આધારે ફુડ એન્‍ડ ડ્રગ વિભાગ ગાંધીનગરની ટીમે રાજકોટની ટીમને સાથે રાખી રેડ કરતા નકલી પનીર, દુધ વિગેરે પ્રોજેકટમાં ભેળસેળ હોવાનું માલુમ પડતા દુધ તથા પનીરનો જથ્‍થો નાશ કરી તમામ વસ્‍તુના સેમ્‍પલો પૃથ્‍થકરણ માટે મોકલાયા. રીપોર્ટ આવ્‍યા બાદ કાર્યવાહી કરાશે.

શહેર સાડી ઉદ્યોગના કારણે વિખ્‍યાત બન્‍યું છે. પરંતુ ભેજાબાજ લોકો કમાવાની લાયમાં લોકોની જીંદગી સાથે ચેડા કરવાનું ચુકતા નથી. ઘણા સમય પહેલા નકલી ઘી બનાવવાનું કારસ્‍તાન બહાર આવ્‍યું હતું. ફરી એક નવા કારસ્‍તાનથી શહેર પ્રખ્‍યાત થયું છે. શહેરના ચંદ્રમોલેશ્વર વિસ્‍તાર સોમનાથ ગાર્ડન સામે આવેલ કારખાનામાં નકલી દુધ અને પનીર બનાવવામાં આવતુ હોવાની બાતમી ગાંધીનગર ફુડ એન્‍ડ ડ્રગ વિભાગને મળતા અધિકારી બી.જી.રાઠોડે તેની ટીમ સાથે રાજકોટ ફુડ એન્‍ડ ડ્રગ વિભાગને સાથે રાખી ગઇકાલે ચંદ્રમૌલેશ્વર વિસ્‍તારમાં આવેલ રજવાડી દુધ પ્રોડકટ નામની ફેકટરીમાં રેડ કરતા અહી વિશાળ જગ્‍યામાં પતરાના છાપરા વાળા સેડમાં પનીર બનાવવા દુધને પ્રોસેસ કરવાના મશીનો તેમજ મોટી ટાંકીઓ વિભાગના અધિકારીઓને આ તમામ પ્રોડકટમાં ભેળસેળ હોવાનું તારણ મળેલ કેમ કે અહી વનસ્‍પતી તેલના ડબા દુધ પાવડર કોસ્‍ટીક સોડા જેવી વસ્‍તુઓ મળી આવેલ જેથી સમગ્ર ટીમે તમામ પ્રોડકટના સેમ્‍પલ લઇ સીલ કરેલ. તેમજ વનસ્‍પતી તેલનો ૧૬૬૦ કિલો રૂા. પ,૦૪, ર૦૧ નો જથ્‍થો સીઝ કરી દીધેલ અને બનાવટી દુધ ર હજાર લીટર, પનીર ૬૩૩ કિલો મળી કુલ રૂપીયા ર,૧૦,પ૮૦ નો જથ્‍થો નાશ કરવા નગર પાલીકાના સેનીટેશન વિભાગના ટ્રેકટર દ્વારા નાશ કરાયો હતો.

આ અંગે માહીતી આપતા ફુટ એન્‍ડ સેફટી અધિકારી બી. જી. રાઠોડે જણાવ્‍યું કે અમોને મળેલ ફરીયાદના આધારે આ રજવાડી દૂધ પ્રોડકસ નામથી ફેકટરી કે જેના માલીક મયુર મોહનભાઇ કોયાણી (રહે. જામકંડોરણાવાળા) નકલી દૂધ, પનીર, બનાવતો હોય રેડ કરતા અહીં દૂધમાંથી વિવિધ આઇટમ બનાવવા માટે જે રીતે જંતુ રહીતની હાઇઝીનીક કંડીશનની ફેકટરી હોવી જોઇએ પરંતુ અહીંયા પતરાના શેડમાં ફેકટરી છે તે જ ગુન્‍હો છે. ઉપરાંત અહીયા દૂધ, ક્રીમ, પનીર, તેમજ વનસ્‍પતી તેલની ભેળસેળ થતી હોવાની શકયતા છે. જેથી પૃથકરણ માટે લેબ.માં મોકલાયેલ છે. રીપોર્ટ આવ્‍યા બાદ આગળની કાર્યવાહી કરાશે. વધુમાં ઉમેરી હતું કે અહીં પનીર છેલ્લા આઠેક માસથી તેમજ દૂધ એકાદ વર્ષથી બનતુ હોવાની માહીતી મળેલ.

(1:25 PM IST)