News of Friday, 5th July 2024
ભાવનગરમાં આંબલામાં સિમેન્ટના મશીનમાં ર બાળકોના મોત
મશીન અચાનક ચાલુ થઇ જતા દોઢ વર્ષના રાજવીર નિલેશભાઇ ભગોરા અને ૪ વર્ષના જયરાજ ભગોરાના મોતથી અરેરાટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. પ : ભાવનગરના આબંલા ગામે બેલા બનાવી મશીનરીમાં રમતાં બે બાળકોનાં કરૂણ મોત નિપજ્યા છે.
આ કરૂણાંતિકાની મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના સિદોર નજીકના આબંલા ગામે સીેમેન્ટના બેલા બનાવવા કારખાનામાં બેલા બનાવવાની મશીનરીમાં રાજવીર નિલેશભાઇ ભગોરા (ઉ.વ.૧ાા) અને જયરાજ ભગોરા (ઉ.વ.૪) રમતા હતા ભારે જયરાજથી મશીનરી ચાલુ થઇ જતા બન્ને બાળકોનાં ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતા. બન્ને બાળકો આદિવાસી મજુર પરિવારના છે. આ બનાવથી શોકથી લાગણી ફેલાઇ ગઇ હતી.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
