<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th July 2024

ભાવનગર જિલ્લાના શિહોરના આંબાલામાં મોટી દુર્ઘટના :બેલા બનાવવાના મશીનમાં વિજ શોક લાગતા બે સગાભાઈના મોત

શ્રમિક પરિવારના બાળકો 4 વર્ષીય રાજવીર અને તેનો દોઢ વર્ષીય જયવીર રમતા-રમતા બ્લોકનો માલ બનાવવાના મિક્સરમાં બેસી ગયા:કોઇએ ભૂલથી મશીન ચાલુ કરી દેતા બન્ને બાળકોને શોક લાગ્યો

ભાવનગર જિલ્લાના શિહોરના આંબાલામાં કરુણ ઘટના બની છે. શ્રમિક પરિવારના બાળકો 4 વર્ષીય રાજવીર અને તેનો દોઢ વર્ષીય ભાઈ જયવીર રમતા-રમતા બ્લોકનો માલ બનાવવાના મિક્સરમાં બેસી ગયા હતા. જે દરમિયાન વિજ શોક લાગતા બન્ને સગાભાઈના મોત નીપજ્યાં છે. બે બાળકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, દાહોદનો એક શ્રમિક આદિવાસી પરિવાર મજૂરી અર્થે શિહોરના આંબલા ગામે આવ્યો હતો. જ્યાં તેમને બે પુત્રો રાજવીર અને જયવીર રમી રહ્યાં હતા. રમતા રમતા આ બન્ને બાળકો બ્લોકનો માલ બનાવવાના મશીનમાં બેસી ગયા હતા. એ સમયે કોઇએ ભૂલથી મશીન ચાલુ કરી દેતા બન્ને બાળકોને શોક લાગ્યો હતો અને બન્ને બાળકો મશીનમાં આવી ગયા હતા.

બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી. બાળકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. નોંધનીય છેકે અગાઉ ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા.સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.

(9:15 PM IST)