<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જામ જોધપુર તાલુકા શાળા નં-૧માં મુળુભાઈ બેરાની ઉપસ્‍થીતીમાં શાળા પ્રવેશોત્‍સવ ઉજવાયો

પ્રવેશોત્‍સવ સાથે રકતદાન કેમ્‍પ વૃક્ષા રોપણ વોટર કુલર લોકાર્પણ તેમજ વ્‍યક્‍તિ વિશેષ સન્‍માનઃ પી એમ તાલુકા શાળા નં-૧ ના આ ભવ્‍ય શાળા પ્રવેશોત્‍સ જોઈ શાળા પ્રવેશોત્‍સવ ના પ્રણેતા વડાપધાન નરેન્‍દ્રભાઇ મોદીનું સ્‍વપ્‍ન સાકાર : વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા

 

જામ જોધપુર, તા.૬:  તાલુકા શાળા ને -૧ પી એમ. શ્રી શાળામાં વન તથા પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્‍થિતમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો હતો આ કાર્યકમ માં રાજકોટ ભુપેન્‍દ્ર રોડ સ્‍વામી નારાયણ મંદિરના સ્‍વામી, રાધારમણ દાસજી સ્‍વામી, વિવેક સ્‍વામી, પૂર્વ ધારાસભ્‍ય ચિરાગભાઈ કાલરીયા આશાળા ને એક વર્ષ સુધી દતક લઇ એકવર્ષ સુધી વિદ્યાથી ને ચાલે તેવી શૈક્ષણિ કીટ તથા વોટર કુલર તેમજ આ કાર્યકમ માં ઉપસ્‍થિત તમામ લોકો માટે ભોજન ખર્ચ આપનાર રાજકોટ કેટરીંગ  એશોશીયનના પ્રમુખ દિપકભાઈ સંઘવી ઉપપ્રમુપ રાજેશભાઈ રંગાની સેક્રેટરી ચંદ્રેશભાઈ મહેતા  તથા તેમની સમગ્ર કારોબારી સહીત ટીમના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

રક્‍તદાન કેમ્‍પ વળક્ષા રોપણ વોટર કુલર લોકાર્પણ વ્‍યક્‍તિ વિશેષ સન્‍માન સમારોહ સહિત વિવિધ રંગારંગ કાર્યકમ યોજાયો હતો  આ કાર્યકમમાં વિવિધ અધિકારી ગણ તથા બહોળી સંખ્‍યામાં શહેરના શ્રેષ્ઠીઓ વિવિધ આગેવાનો વેપારી અગ્રણીઓ વિદ્યાર્થીગણા તથા વાલી ગણ તથા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ હતા.

પ્રવેશોત્‍સવમાં રકતદાન કેમ્‍પનું શાળા દ્વારા શિક્ષક વીંકલભાઈ સિણોજીયાના સહકારથી આયોજન કરી એક નવો રાહ ચીંધેલ છે.

રાજ્‍યના વન અને પર્યાવરણ મંત્રી મુખુભાઈ બેરાએ જણાવેલ કે વડાપ્રધાન નરેન્‍દ્ર ભાઈ મોદી ગુજરાત ના મુખ્‍ય મંત્રી હતા ત્‍યારે શાળા પ્રવેશોત્‍સવની શરૂઆત કરેલ હતી ત્‍યારે આજે આ સુંદર પી એમ.તાલુકા શાળા નં-૧ માં આ ભવ્‍ય રીત નો શાળા પ્રવેશોત્‍સવ તેમજ શાળાની વિશેષ કામગીરી સંભળી હાલના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્‍ય મંત્રી હતા ત્‍યારે પી. એમ તાલુકા શાળા નં.૧ જેવી શાળાનું જોયેલ સ્‍વપ્‍ન સાકાર થતુ દેખાઈ રહ્યું છે તેમ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવી શાળાના તમામ શિક્ષકગણને અભિનંદન પાઠવેલ હતા.

સફળ બનાવવા શાળાના આચાર્ય બિપીનભાઈ ચિત્રોડા, શિક્ષક હિમાંશુભાઈ મહેતા, કપીલ કણસાગરા, યોગેશભાઈ માકડીયા, કૌશિક પાણખાણીયા, મિતેશ ધરસંડીયા, સંદીપ મહેતા સહીત તમામ શિક્ષક ગણ દ્વારા જહેમત ઉઠાવેલ આ શાળા દ્વારા આગામી દિવસોમાં બાળકો સુંદર રીતે અભ્‍યાસ કરી શકે તે માટે વિશેષ આયોજન દાતાઓના સહયોગથી હાથ ધરવામાં આવશે તેમજ વિશેષમાં હરં હંમેશ નવીનતમ સેવાકીય પ્રવળતિનુ આયોજનનો વિચાર કરનાર શાળાના શિક્ષક હિમાંશુભાઈ મહેતા એ જો શકય બને તો મધ્‍યાહન ભોજન આ શાળામાં બંધ કરી સરકારના પૈસા ની બચત કરી આખુ વરસ બાળકોને દાતા ઓ સહકાર આપે તો ભરભેટ ભોજન જ જમાડીએ એવી ટહેલ મુકી હતી. રાજકોટ કેટર્સ એશોશિયનના જ સભ્‍ય દ્વારા આ સુંદર યોજના માટે પચાસ હજારનુ અનુદાન જાહેર કરી આ યોજનાને વધાવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામ મહેમાનો દાતાશ્રીઓ તથા વાલીગણનો શાળા પરિવારવતી તમામ શિક્ષિકા બહેનો અસ્‍મિતાબેન સંતોકી ભારતીબેન લાલકીયા મુક્‍તાબેન દલસાણીયા મીતાબેન ડેઢાણીયા કુંદનબેન કણસાગરા તથા સોનલબેન અઘેરા એ આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(9:42 AM IST)