<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જૂનાગઢમાં કાલે અષાઢી બીજે જગન્‍નાથજી ભગવાનની ભવ્‍ય રથયાત્રા

મંદિરને રોશનીનો શણગાર, રથયાત્રામાં ફલોટ અને રાસ મંડળીઓ જોડાશે : ત્રિદિવસીય કાર્યક્રમને અંતિમ ઓપની કામગીરી

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૬ : જૂનાગઢમાં અષાઢીબીજ નિમિત્તે ગંધ્રપવાડા વિસ્‍તારમાં આવેલ  જગન્નાથજી  મંદિર ખાતે  તા.૫ થી ૭ જુલાઈ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. ત્રણ દિવસના મહોત્‍સવ નિમિત્તે મંદિર ખાતે રોશનીનો શણગાર કરવામાં આવ્‍યો છે. મહોત્‍સવની તૈયારીને અંતિમ ઓપ આપવા જગન્નાથજી  રથયાત્રા મહોત્‍સવ સમિતિના સભ્‍યોની બેઠક યોજાઇ હતી.

આ મિટિંગમાં અષાઢી બીજની પૂર્વ સંધ્‍યાએ યોજાનાર ભજન સંધ્‍યા, રવિવારે સવારે ભગવાનનું શાહી તાાન, મહા આરતી, ભગવાનના શણગાર, રથયાત્રા પ્રસ્‍થાન, રથયાત્રામાં વિવિધ સંસ્‍થાઓના ફલોટ ,રાસ મંડળીઓ પણ જોડાશે રથયાત્રાના પ્રસ્‍થાન પૂર્વે મહાનુભવોના હસ્‍તે પહીંદ વિધિ  તેમજ રૂટ પર ભાવિકોને પ્રસાદ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચા કરી મંદિર ખાતે થનારા કાર્યક્રમો અંગે તૈયારીઓને અંતિમ ઓપ આપવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ બેઠકમાં જગન્નાથજી રથયાત્રા મહોત્‍સવ સમિતિના ઉપપ્રમુખ બિપિન ભાઈ ભટ્ટી, શૈલેષભાઈ પારેખ મંત્રી નવનીત ભાઈ શાહ,  જયેશભાઈ કુબાવતે, ખજાનચી  રાજેન્‍દ્ર ચુડાસમા, વિરેનભાઈ શાહ, વિજયભાઇ ચુડાસમા, સહીતનાં ઉપસ્‍થિત રહ્યાં હતા.(તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:48 AM IST)