News of Saturday, 6th July 2024
આદરીયાણા અને વડગામ વચ્ચે અકસ્માતઃ પાડીવાડાના વૃદ્વનું મોત
પુરઝડપે જતી કાર રોડ નીચે ઉતરી પલ્ટી ખાઈ જતા દુર્ઘટના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ૬: પાટડી તાલુકાના આદરીયાણા અને વડગામ વચ્ચે અકસ્માતમાં પાડીવાડાના વૃદ્વનું અકાળે મોત નિપજ્યું હતું. જેમાં પુરઝડપે જતી કાર રોડ નીચે ઉતરીને પલ્ટી ખાઈ જતા વળદ્ધનું મોત નિપજ્યું હતું. મોટા ખેડૂત ખાતેદાર એવા સુખદેવભાઈ માધવલાલ પટેલ ઉ.વ.-૭૨, રહે પાડીવાળા પોતાની કાર લઈને જઈ રહ્યાં હતા, ત્યારે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ નીચે ઉતરીને પલ્ટી ખાઈ ગઈ હતી. હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા એમને તાકીદે સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ પરના હાજર તબીબે એમને મળત જાહેર કર્યા હતા.આ ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. આ બનાવની જાણ મળતક સુખદેવભાઈ માધવલાલ પટેલના પરિવારજનોને કરતા તેઓ પણ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. દસાડા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
