<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th July 2024

જોડિયાના ભાદરામાં પૂ. ગુણાતીતાનંદ સ્‍વામીનાં જન્‍મસ્‍થાનમાં ૧૦ મીએ પૂ. મહંત સ્‍વામીની પધરામણી

વાંકાનેર, તા. ૬ :  જોડિયાથી સાત કિલોમીટર દૂર BAPS શ્રી સ્‍વામિનારાયણ મંદિર, શ્રી ગુણાતીતાનંદના જન્‍મસ્‍થાન ખાતે આગામી તારીખ . ૧૦/૭/૨૪ થી તારીખ . ૧૭/૭/૨૪ બુધવાર સુધી અક્ષરબ્રહ્મ જન્‍મસ્‍થાનમા પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રગટ બ્રહ્મ સ્‍વરૂપ શ્રી મહંત સ્‍વામી મહારાજશ્રી ભાદરાની આ પાવન ભૂમિમાં આવી રહયા છૅ ત્‍યારે ભાદરા અને આ વિસ્‍તારમા અનેરો ઉત્‍સાહ ઉમંગ જોવા મળી રહયો છૅ તા,, ૧૦ જુલાઈના સ્‍વાગતમ,, ૧૨ જુલાઈ શુક્રવારના રોજ સવારે ૫ . ૩૦ થી ૬ . ૪૫ આદર્શ જીવન સ્‍વામીની પ્રાતઃ કથા સવારે ૬ . ૪૫ થી ૮ . ૦૦ સ્‍વામીશ્રીની પૂજા,સવારે ૯ થી ૧૧ સભા સાંજે સમીપ દર્શન (જામનગર ક્ષેત્ર ) તા, ૧૩ જુલાઈ શનિવાર સવારે ૫ . ૩૦ થી ૬ . ૪૫ પૂજ્‍ય આદર્શ જીવન સ્‍વામીની પ્રાતઃ કથા સવારે ૬.૪૫ થી ૮સ્‍વામીશ્રીની પૂજા સવારે ૯ થી ૧૧ સભા સાંજે ૬ . ૦૦ સમીપ દર્શન ( ભાદરા ક્ષેત્ર ૧-૨ ) તા, ૧૪ જુલાઈ રવિવાર સવારે ૫ . ૩૦ થી ૬ . ૪૫ પુ આદર્શ જીવન સ્‍વામીની પ્રાતઃ કથા, સવારે ૬.૪૫ થી ૮.૦૦ સ્‍વામીશ્રીની પૂજા,સવારે ૯ થી ૧૧ તુલસી તુલા સાંજે ૫.૦૦ થી ૮.૦૦ રવિસભા તથા સ્‍વામીશ્રીના આશીર્વાદ તા, ૧૫ જુલાઈ મહિલા દીન તા, ૧૬ જુલાઈ મંગળવાર સવારે ૫ . ૩૦ થી ૬ . ૪૫ પુ આદર્શ જીવન સ્‍વામીની પ્રાતઃ કથા સવારે ૬ .૪૫ થી ૮ સ્‍વામીશ્રીની પૂજા સવારે ૯ થી ૧૧ સભા તા, ૧૭ જુલાઈ વિરામ દીન તા, ૧૮ જુલાઈ ગુરૂવાર સવારે બોચાસણ જવા વિદાય ભાદરા ખાતે શ્રી સ્‍વામિનારાયણ મંદિર  BAPS જે શ્રી ગુણાતીતાનંદ સ્‍વામીનું જન્‍મસ્‍થાન છૅ આ પાવન ભૂમિમાં પૂજય બ્રહ્મ સ્‍વરૂપશ્રી યોગીજી મહારાજ તથા બ્રહ્મ સ્‍વરૂપશ્રી પ્રમુખ સ્‍વામી મહારાજ અવાર નવાર પધારતા હતા ભાદરાના આંગણે પ્રગટ બ્રહ્મ સ્‍વરૂપ શ્રી મહંત સ્‍વામી મહારાજ પધારી રહયા છૅ તેમની પાવનકારી ઉપસ્‍થિતિમા સત્‍સંગનો પરમ સાર અને સુખ પામવા માટે દિવ્‍ય સત્‍સંગનો લાભ લેવા પધારવા સાધુ ધર્મકુંવરદાસ ( કોઠારી સ્‍વામીશ્રી ) શ્રી સ્‍વામિનારાયણ મંદિર ( ગુણાતીતનગર ) દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે

(12:28 PM IST)