<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

મોરબીમાં ફિલ્મી ઢબે સ્કોર્પિયોએ કારને ટક્કરો મારી.

2 લોકોને ઇજા પહોંચતા સારવારમાં : જૂનો ડખ્ખો હોવાની ચર્ચા, પોલીસ દ્વારા તપાસ

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર સ્કોર્પિયોએ એક કારને ફિલ્મી ઢબે ટક્કરો મારી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં 2 વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર બપોરના અરસામાં સ્કોર્પિયો એ સ્વીફ્ટને જોરદાર ટક્કર મારી હતી. બાદમાં સ્કોર્પિયોએ રિવર્સ લઈને ફરી બીજી ટક્કર મારી હતી. જેને કારણે સ્વીફ્ટનો બુકડો વળી ગયો હતો. સ્વીફ્ટમાં 4 લોકો બેઠા હતા. સ્કોર્પિયોમાં 6 લોકો બેઠા હતા. સ્વીફ્ટમાં બેઠેલા જુસબ ગફુરભાઈ જામ અને સુલતાન સરમન સુમરા રહે. વિશિપરા વાળાને ઇજાઓ પહોંચી હતી. આ ઘટના પાછળ જૂનો ડખ્ખો કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(5:26 PM IST)