<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th July 2024

ટંકારાના મીતાણા નજીક ટ્રકની ઠોકરે મોપેડ સવાર મોરબીની યુવતીનું મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : ટંકારાના મીતાણા નજીક આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એકટીવા સવાર યુવતી ટ્રકની ઠોકરે ચડી જતા યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જે બનાવ મામલે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

     મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતી અંજલીબેન જેરામભાઈ શુક્લ (ઉ.વ.૨૩) નામની યુવતી પોતાનું એકટીવા જીજે ૦૩ ડીજે ૩૭૨૩ લઈને કામ સબબ મોરબીથી રાજકોટ જતા હોય ત્યારે મીતાણા નજીક પહોંચતા ટ્રક જીજે ૬ એઝેડ ૮૬૭૬ ના ચાલકે એકટીવાને ઠોકર મારી હતી જે અકસ્માતમાં એકટીવા સવાર યુવતીને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(5:33 PM IST)