<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th July 2024

પડધરીમાં અઢાર વર્ષની રીના રાઠોડનો એસિડ પી આપઘાત

રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડયોઃ કારણ અકળ

રાજકોટ તા. ૮: પડધરીમાં રહેતી રીના નવઘણભાઇ રાઠોડ (ઉ.વ.૧૮) નામની યુવતિએ તા. ૬/૭ના રોજ એસિડ પી લેતાં પડધરી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. અહિ ગત રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ભાવેશભાઇ મકવાણાએ પડધરી પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રીના બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. પિતા મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. ઘરના સભ્‍યો બહાર હોઇ ત્‍યારે રીનાએ આ પગલુ ભરી લીધુ હતું. કારણ બહાર ન આવતાં પડધરી પોલીસે તપાસ યથાવત રાખી છે.

(10:54 AM IST)