તા. ૨૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૧૧ શુક્રવાર
News of Monday, 8th July 2024
વિસાવદરના ભાજપ આગેવાનોની માંડવીયા સાથે શુભેચ્છા મુલાકાત

વિસાવદર : કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા પોતાના સંસદીય મતક્ષેત્રના જુદા જુદા ગામોમાં થયેલ વરસાદ તથા પુરના કારણે થયેલ નુકશાની સંદર્ભે માણાવદર આવતા વિસાવદરના ભાજપ આગેવાનોએ પણ મંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. માણાવદર ખાતે પીઢ અગ્રણી જેઠાભાઇ પાનેરાના સંકુલ મંત્રીશ્રીએ સૌ કાર્યકરો સાથે ભોજન લઈ રજૂઆતો સાંભળી હતી.આ તકે વિસાવદરના ભાજપના આગેવાનો શ્રી ઉદયભાઈ મહેતા, નિલેશભાઈ કોઠારી તથા નયનભાઈ જોશી(એડવોકેટ) હાજર રહ્યા હતા અને તેમણે કનકાઈ માતાજીનો ખેસ પહેરાવી મનસુખભાઈ માંડવીયાનું સન્માન કર્યુ હતું.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
