News of Monday, 8th July 2024
વિસાવદરના આંબાજળ ડેમ તથા ધ્રાફડ ડેમનું જાત નિરિક્ષણ કરતા બાવળીયા

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૮ : અષાઢી બીજના પાવન દિવસે વિસાવદરના આંબાજળ ડેમ તથા ધ્રાફડ ડેમનુ જાત નિરિક્ષણ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ કર્યુ હતુ.
કેબીનેટ મંત્રી કુંવરજીભાઈએ ચોમાસા દરમિયાન બન્ને ડેમ પરના સ્ટાફને એલર્ટ રહેવા તથા સિંચાઈ વિભાગના નાયબ ઈજનેર તથા સ્ટાફને ડેમ પરનુ સતત મોનીટરીંગ કરવા સુચના આપી હતી.
રાજ્યના જળ સંપતિ,પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા અષાઢી બીજના પવિત્ર દિવસે વિસાવદર તાલુકાની જીવાદોરી સમી આંબાજળ ડેમ તથા ધ્રાફડ ડેમની સ્થળ મુલાકાત લઈ નિરિક્ષણ કર્યુ હતુ અને અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જાત-ચકાસણી કરી ચોમાસા દરમિયાન બન્ને ડેમ પરના સ્ટાફને એલર્ટ રહેવા અને સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તથા સ્ટાફે ડેમ પરનુ સતત મોનિટરીંગ કરવા સુચનાઓ આપી હતી.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
