<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

બુટાવદરમાં અઢી ઇંચ : વીજળી પડતા ખેડૂતનું મૃત્‍યુ

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૧૦: જામજોધપુર તાલુકાના બુટાવદરમા વીજળીના કડાકા ભડાકા સાથે અઢી થી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નદીમાં ઘોડાપુર આવેલ વીજળીના જોરદાર કડાકા ભડાકા વચ્‍ચે બુટાવદરના રાજપૂત ખેડૂત કિરીટસિંહ ઝાલા પોતાના ઘરની અગાસી પરથી ઉતરી રહ્યા હતા ત્‍યાં જ કાળરૂપી વીજળી તેમની માથે પડતા તાત્‍કાલિક સારવાર અર્થે ખાનગી વાહનમાં ઉપલેટા તરફ રવાના થયેલ બાદમાં એકસો આઠમાં તબદીલ કરી ઉપલેટા જતા હતા પરંતુ મળત્‍યુ થયેલ હતું અચાનક વીજળી પડતા દુઃખદ બનાવથી પરિવાર માં શોક વ્‍યાપી ગયેલ છે.

(10:16 AM IST)