<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

ભાવનગર નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા રસ્‍તા ઉપર દારૂની બોટલોની રેલમછેલ : બેને ઇજા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૦: અમદાવાદ હાઈવે પર ગણેશગઢ ગામ પાસે આજે સવારે વિદેશી દારૂ અને બિયરના જથ્‍થા સાથે પૂર ઝડપે આવી રહેલ ઇનોવા કાર ડિવાઇડર સાથે અથડાતા સર્જાયેલા અકસ્‍માતમાં કારમાં રહેલ વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો રોડ ઉપર પડ્‍યો હતો અને દારૂની રેલમછેલ થઈ હતી. જ્‍યારે કારમાં બેઠેલા રાજસ્‍થાનના સાંચોર જિલ્લાના મેઘવા ગામના જયકિશન  એરાજરામ અને વિનોદકુમાર પ્રકાશશાહુ ને ઈજા પહોંચતા સારવાર માટે સર. ટી. હોસ્‍પિટલમાં  ખસેડાયેલ છે. આ બનાવની જાણ થતા જ વેળાવદર પોલીસનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. પોલીસે  વિદેશી દારૂ ની ૮૨૭ બોટલો અને બીયર ની ૧૫ પેટી કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ માં ઈજા પામનાર બંને   શખ્‍સો હાલ હોસ્‍પિટલમાં હોય તે ભાનમાં આવ્‍યા બાદ દારૂનો જથ્‍થો કયાંથી આવતો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસ તપાસ કરશે. આ બનાવવાની તપાસ પી .એસ. આઈ. એમ. સી. ચુડાસમા ચલાવી રહ્યા છે.

(10:47 AM IST)