<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th July 2024

તળાજામાં ૧ ઇંચ : દરિયાકાંઠામાં વધુ વરસ્‍યો : નદીઓ વહેતી થઇ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૯ : તળાજામાં એક ઇંચ વરસાદ પડ્‍યો છે. જ્‍યારે જિલ્લાના અન્‍ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્‍યો નથી.

તળાજા શહેરમા  ગગન ગાજવાના અવાજ સાથે અચાનક પધરામણી થઈ હતી. સવા કલાક જેટલો સમય મધ્‍યમ ધારે વરસાદ વરસતા તંત્ર એ ૨૪ મીમી વરસાદ વરસ્‍યાનું જણાવ્‍યું હતુ. મૌસમનો કુલ ૧૬૮ (સાડા છ ઇંચ) મીમી વરસાદ નોંધાયો છે.વરસાદ ના પગલે શિવાજી નગર,વાવચોક જવાના રોડ સહિતના વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા.

શહેરથી વધુ વરસાદ દરિયાપટ્ટીના ભાખલ, અલંગ, સોસિયા, ધારડી, બપાડા, પીપરલા, સથરા, દેવલી, ગોરખી, સરતાનપર, દકાના, ઝાંઝમેર સહિતના ગામડાઓમાં વરસ્‍યો હતો.

અલંગ થી મળતા અહેવાલ મુજબ ત્‍યાં સવારના ૫.૩૦થી વરસાદનું આગમન થયુ હતું. ભાવનગરથી વહેલી સવારે અપડાઉન કરતા વેપારીઓએ રાજપરાથી તળાજા તરફ વરસાદ છે. તેમ જણાવ્‍યું હતું.

પીપરલા વિસ્‍તારમાં અને ઉપર વાસમાં વરસાદના પગલે મૌસમના પહેલા નીર આવતા લોકોએ ધસમસતા પાણીના પ્રવાહ સાથે સેલ્‍ફી ખેંચાવીને આનંદ વ્‍યક્‍ત કર્યો હતો.

(12:01 PM IST)