તા. ૨૬ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૬ બુધવાર
News of Wednesday, 10th July 2024
કચ્છમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદી માહોલ : અડધાથી ૪ ઇંચ
અનેક ગામોમાં રસ્તાઓ ઉપર પાણી વહી નીકળ્યા : નદીઓ બે કાંઠે ઉખેડા ગામે નદીના વ્હેણમાં કાર તણાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : સતત બે દિવસથી ભારે ઉકળાટ બાદ સમગ્ર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ગઈ કાલે બપોર પછી આકરી ગરમી બાદ ઠંડક સાથે પવન ફૂંકાયો અને વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળો અને ગાજવીજ સાથે ધીરે ધીરે વરસાદી માહોલ જામ્યો હતો. એકંદરે આખાયે કચ્છ જિલ્લામાં મેઘ મહેર થઈ હતી. જોકે, કયાંક ઝાપટાં, કયાંક હેલી તો કયાંક ધોધમાર હેત વરસાવી મેઘરાજાએ ભારે ગરમીથી લોકોને રાહત અપાવી હતી.
નખત્રાણા, અંજાર અઢી ઈંચ, ગાંધીધામ, ભચાઉ, અબડાસા ૨ ઈંચ, મુન્દ્રા, માંડવી એક ઈંચ, રાપર, લખપતમાં દોઢ ઈંચ વરસાદ, ભુજમાં અડધો થી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. નખત્રાણા પંથકના અમુક વિસ્તારમાં ચારેક ઈંચ વરસાદ ખાબકયો હતો. ઉખેડા ગામ પાસે નદીના વહેણની પાપડી માં કાર તણાઈ હતી જેને ટ્રેકટર વડે બહાર કઢાઈ હતી.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
