તા. ૨૦ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૮ ગુરૂવાર
News of Wednesday, 10th July 2024
ભાદરમાં સવા ફુટ તો મચ્છુ-૧ માં સવા બે ફુટની નવા પાણી આવકઃ ર૪ ડેમોમાં મેઘાનું હેત
ભાદર-૧ની સપાટી ૧ર.૧૦ ફુટે પહોંચીઃ ૩૮ ડેમો ઉપર ૧ થી ૪ ઇંચ ધોધમાર વરસાદ પડયો ડોડીમાં ૯ાા ફુટ અને રંગમતીમાં ૭ાા ફુટ નવા પાણીની આવકથી સપાટી જીવંત બની

રાજકોટ તા. ૧૦ :.. મેઘરાજાએ ફરી સવારી શરૂ કરતા રાજકોટ સહિત પાંચ જીલ્લાના ર૪ ડેમો ઉપર મેઘરાજાએ ૦ાા થી ૯ાા ફુટની ધોધમાર આવક ઠાલવી દિધી છે, ભડભાદર અને દરિયા સમાન લાગતો જેતપુર નજીકના ભાદર-૧ ડેમમાં સવા ફુટની જોરદાર આવક થતા હાલની જીવંત સપાટી ૧ર.૧૦ ફુટે પહોંચી ગઇ છે, આવી જ રીતે મોરબી માટે અત્યંત મહત્વના મચ્છુ-૧ માં પણ સવા બે ફુટની નવા પાણીની આવક થતા જીવંત સપાટી ૧૩.૧૦ ફુટ થઇ છે. મેઘરાજાએ કુલ ર૪ ડેમોમાં નવા પાણી ઠાલવ્યા છે. જેમાં ડોડીમાં ૯ાા ફુટ અને રંગમતીમાં ૭ાા ફુટ નવા પાણીની એક રાતમાં આવક થતા આ બંને ડેમની સપાટી જીવંત બની છે.
આ ઉપરાંત મેઘરાજાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૩૮ ડેમો ઉપર ધોધમાર ૧ થી ૪ ઇંચ વરસાદ વરસાવ્યો હતો, અને કારણે પણ ડેમોમાં આવક થઇ હતી.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ છેલ્લા ર૪ હાલની જીવંત
કલાકમાં સપાટી ફૂટમાં
વધારો ફૂટમાં
ભાદર ૧.પર ૧૨.૧૦
ફોફળ ૧.૭૧ ૧૪.૭૦
વેણું-ર ૧.૩૧ ૯.૪૦
આજી-૩ ૧.૪૪ ૧૧.૬૦
ડોડી ૯.૩પ ૦.૮૦
ન્યારી-ર ૦.૩૩ ૧૪.૧૦
છાપરવાડી-ર ૧.૯૭ ૭.૩૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ર.ર૩ ૧૩.૧૦
મચ્છુ-ર ૧.પ૧ ૧૬.૬૦
ડેમી-૧ ૦.૪૬ ર.૦૦
ડેમી-ર ર.૪૬ ૭.ર૦
જામનગર જીલ્લો
ફોફળ ૧.પ૧ ૭.ર૦
રંગમતી ૭.પપ ૧.૦૦
ફુલઝર ૦.ર૩ ર૧.ર૦
રૂપાવટી ૦.૯૮ ૪.૮૦
દ્વારકા જીલ્લો
ઘી ૧.૬૪ ૮.૭૦
વર્તુ-૧ ૧.૩૧ ૯.પ૦
શેઢા ર.૧૩ ૧.૬૦
ભાડથરી
કાબરકા ૦.૪૯ ૬.૪૦
વેરાડી ૩.૭૭ ---
વેરાડી-ર ૧.૩૧ પ.ર૦
મીણસાર ર.૧૩ પ.૯૦
સુરેન્દ્રનગર જીલ્લો
વઢવાણ ૦.૧૦ ૩.૬૦
ભોગાવો-૧
વઢવાણ ૦.૭૭ ૧૭.૮૦
ભોગાવો-ર
મોરસલ ૦.૮ર ---
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
