News of Wednesday, 10th July 2024
અમરેલી જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા : ડેમ, નદી, નાળા, ચેકડેમમાં નવા નીરની આવક

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ૧૦ : અમરેલી શહેર અને જિલ્લામાં બપોર બાદ વાતાવરણ બદલાવ આવતા આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતાં. અમરેલી તાલુકાના નજીકમાં આવેલા ચિતલ ગામે સાંબેલાધારે વરસાદ તુટી પડયો હતો. અને બે કલાકમાં ત્રણ ઇંચ જેવો વરસાદ પડી જતા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં લાઠી શહેરમાં ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડતાં નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અને બફારામાંથી લોકોએ રાહત અનુભવી હતી. બાબરા તાલુકા બળેલ પીપરીયામાં ધોધમાર વરસાદ પડયાનું બગસરામાં ત્રણ ઇંચ ધોધમાર વરસાદ પડયો હતો. બગસરામાં ઘણા દિવસના વિરામબાદ સવારથી સાંજ સુધીમાં ત્રણ વરસાદ ખેડુતોમાં ખુશી છવાઇ નીચાણ વાળા વિસ્તાર ગોઠ ડૂબ પાણી ભરાય ગયા હતા.
અમરેલી તાલુકાના ફતેપુર ચાપાથળ, વિઠલપુર, પીઠવાજાળ સહિત ગ્રામ્ય વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડયો. ખાંભા તાલુકાના રબારીકા અને પીપરીયામાં ધોધમાર વરસાદ પડયો હતો. જયારે દલડી, પંચપચીયા, સાળવા અને કંટાળામાં પણ વરસાદ પડયો. જયારે અમરેલી શહેરમાં પણ સાંજના સમયે વાતાવરણમાં બદલાવ આવતા ધીમી ધારે અડધો ઇંચ જેવો વરસાદ પડી જતાં રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતાં.
જાફરાબાદ શહેરમાં ૩૦ મીનીટ સુધી ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય બજારોમાં પાણી ફરી ફરી વળ્યા હતા. અને પાણી પાણી જોવા મળી રહ્યું હતું. ઉપરાંત દરિયા કાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો હતો. જેમાં રાજૂલા જાફરાબાદ પંથકના કોવાયા, ભાકોદર, ચોત્રા, વરાહસ્વરૂપ, બાબરકોટ, મીતીયાળા, વઢેરા સહિત ગામડામાં વરસાદ સારો એવો પડયો હતો. કોવાયા ગામના માર્ગો ઉપર સૌથી વધુ પાણી ભરાયા હતા જેના કારણે રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતાં. (૯.૩૧)
(1:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
