તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Wednesday, 10th July 2024
કુકાવાવના તોરી રામપુરમાં ચંપાબેને એસિડ પી જીવ દીધો
બિમારીથી કંટાળી ગયા હતાં: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૦: કુકાવાવના તોરી રામપુર ગામે રહેતાં ચંપાબેન કાનાભાઇ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃધધાએ ગઇકાલે બપોરે એસિડ પી લેતાં વડીયા, જેતપુર, જુનાગઢ સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
આપઘાત કરનાર વૃધ્ધાને સંતાનમાં બે પુત્ર છે. પતિ નિવૃત જીવન જીવે છે. ચંપાબેનને માનસિક બિમારી જેવું હોઇ તેનાથી કંટાળી જઇ એસિડ પી ગયાનું પરિવારજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ભાવેશભાઇ મકવાણા, ધર્મેન્દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ જુણાચે વડીયા પોલીસને જાણ કરી હતી.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
