News of Thursday, 11th July 2024
ગુજરાત ગેસ કંપનીએ મોરબી-રાજકોટ રોડને આડેધડ ખોદકામ કર્યું . વાહન ચાલકો માટે જોખમ.
અજંતા ફેકટરી નજીક રોડની બાજુમાં જ ખોદકામ કરાતા વાહન ફસાયું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી – રાજકોટ હાઇવે ઉપર ગુજરાત ગેસ કંપની દ્વારા ભર ચોમાસે રોડની સમાંતર આડેધડ ખોદકામ કરવાનું શરૂ કરતા વાહન ચાલકો માટે જોખમ ઉભું થયું છે. ખાસ કરીને રોડની નજીક જ મોટાપાયે ખોદકામથી મોટો અકસ્માત થવાની દહેશત સર્જાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – રાજકોટ હાઇવે ઉપર ગુજરાત ગેસ કંપની દ્વારા વીરપર અને અજંતા ફેક્ટરી વચ્ચે રોડની નજીકમાં જ ભર ચોમાસે આડેધડ ખોદકામ કરી નાખવામાં આવતા વાહન ચાલકો માટે જોખમ સર્જાયું છે. આ ખોદકામને કારણે એક વાહન ફસાઈ ગયુ હોવાનું પણ સામે આવ્યું છે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડની બાજુમાં જ ખોદકામ કરવા મામલે ગુજરાત ગેસ કંપનીને નોટિસ ફટકારવા સહિતની કાર્યવાહી શરૂ કર્યાનું જાણવા મળે છે.
(10:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
