News of Thursday, 11th July 2024
ઉપલેટાના વેણુ ડેમમાં પાણીની પુષ્કળ આવક: 3 ફૂટ નવા નીર આવ્યા : ડેમની સપાટી 46.72 ફુટે પહોંચી
ઉપરવાસમાંથી 1963 ક્યૂસેક પાણીની આવક ચાલુ:વેણુ 2 ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી

રાજકોટ: ઉપલેટાના વેણુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. 54.16 ફૂટની કુલ સપાટી ધરાવતા વેણુ 2 ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે.ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમમાં 3 ફૂટ પાણીની આાવક થઇ છે. વેણુ 2 ડેમની સપાટી 46.72 ફુટે પહોંચી છે. હાલ ઉપરવાસમાંથી 1963 ક્યૂસેક પાણીની આવક ચાલુ છે. વેણુ 2 ડેમમાં નવા નીરની આવકને પગલે લોકોમાં ખુશી જોવા મળી હતી
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
