News of Thursday, 11th July 2024
માતા-પિતાની મરજી વિરૂધ્ધ દિકરીએ પગલુ ભરે છે અને આખી જીંદગી પસ્તાય છેઃ પી.ડી.કાંજીયા
ઉપલેટાની આર.પી.ભાલોડિયા કોલેજમાં મોરબીના શિક્ષણવિદનું પ્રવચન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૧: પટેલ સમાજની નામાંકિત સંસ્થા આર. પી. ભાલોડીયા કોલેજ ઉપલેટાના પ્રવેશોત્સવ નિમિત્તે મોરબીના જાણીતા શિક્ષણવિદ શ્રી કાંજીયાના વ્યાખ્યાનનું આયોજન કરેલ હતું.
પોતાના વ્યાખ્યાનમાં શ્રી કાંજીયાએ દીકરીઓ ને જણાવ્યું હતું કે યુપીએસસી,જીપીએસસી એરહોસ્ટેસ, ફેશન ડિઝાઇનર થી માંડી IAS/IPS સુધીની સફર કેવી હોય તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. કરિયર લક્ષી માર્ગદર્શનની સાથે સાથે જીવનલક્ષી માર્ગદર્શન પણ આપેલ જેમાં સીતાજી અને દ્રોપદીના યુગથી માંડી આજના આધુનિક યુગમાં સુનિતા વિલીઅમ્સ સુધીની વાતો વણીને રસપ્રદ માહિતી આપી હતીઅને આવનાર સમય માં યુવાઓની સમસ્યા કેવી હશે અને તેમનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન આપેલાં અને સાથે સાથે દીકરીઓને શીખ પણ આપેલ કે વર્તમાન સમયમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ જઈને જે દીકરીઓ અપરિપક્વતામાં જે પગલું ભરે છે અને જિંદગીભર પસ્તાય છે ત્યારે અત્યારે સમાજમાં દીકરીઓને ફસાવતા લેભાગુ તત્વો સામે લાલબત્તી ધરી હતી અને પોતાની માતા પિતાની આબરૂ સાચવવાની ટકોર કરી હતી તેમજ કોલેજના પ્રિન્સિપાલ ડો.મહેન્દ્રભાઈ કાલાવડીયાના તેઓ વિદ્યાર્થી હતા તે સમય ની ડુમિયાણી બીઆરએસ કોલેજ સાથેની જૂની યાદો તાજી કરી હતી અને ઉપસ્થિત તમામ દીકરીઓ ને ભવિષ્ય માં ખુબ સફળતા મેળવો તેવી શુભકામના પાઠવી હતી.
સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ દલસાણિયા, પ્રિન્સિપાલ ડો. મહેન્દ્રભાઈ કલાવાડિયા , પ્રોફેસર અને કોલેજમાં પ્રવેશ લેનાર દીકરીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
