News of Thursday, 11th July 2024
પોરબંદરના સોરઠી ડેમમાં એક રાતમાં ૧૯ાા ફુટ નવુ પાણી ઠાલવતા મેઘરાજાઃ સપાટી જીવંત બની ૭ ફુટ
ભાદરમાં વધુ ૦ાા ફુટની આવકઃ ૬ જીલ્લાના ર૪ ડેમોમાં ૦ાા થી ૯ાા ફુટની આવક : બંગાવડીમાં ૬ ફુટનો વધારોઃ ડેમ ૬૦% ભરાઇ ગયોઃ ભાદરની સપાટી પોણાતેર ફુટ થઇ

રાજકોટ તા. ૧૧ :.. પોરબંદરના અત્યંત મહત્વના એવા સોરઠી ડેમ ઉપર મેઘરાજા ઓળઘોળ બની ગયા હોય તેમ માત્ર એક રાતમાં ૧૯ાા ફુટ નવુ પાણી ઠાલવી દેતા, આ ડેમ જે આજ સુધી કોરોધાકોડ હતો, તે ડેડવોટરમાંથી બહાર આવી તેની સપાટી જીવંત બની છે, અને હાલ જીવંત સપાટી ૭ ફુટે પહોંચી છે, આ ડેમ ૧૯ ફુટે છલકાય છે. આ ઉપરાંત મોરબી જીલ્લાના બંગાવડીમાં એક સાથે ૬ ફુટનો વધારો થતા આ ડેમ ૬૦ ટકા ભરાયો છે, જયારે જામનગર જીલ્લાના ફુલઝર-ર ડેમમાં ૧૧.૮૧ ફુટની ધીંગી આવક છતા સપાટી હાલ ઝીરો લેવલે છે, મોટા ભાગનું પાણી ડેમના દરવાજા ન હોય વહી ગયું છે.
આ ઉપરાંત ભાદરમાં વધુ ૦ાા ફુટની આવક નોંધાઇ હતી, જીવંત સપાટી ૧ર.૭૦ ફુટ થઇ છે, ૬ જીલ્લાના કુલ ર૪ ડેમોમાં ૦ાા થી ૯ાા ફુટની જોરદાર આવક થયાનું સિંચાઇના અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું. ડેમોની વિગતો આ મુજબ છે.
રાજકોટ જીલ્લો
ડેમનું નામ છેલ્લા ર૪ હાલની જીવંત
કલાકમાં સપાટી ફૂટમાં
વધારો ફૂટમાં
ભાદર ૦.પ૬ ૧૨.૭૦
ફોફળ ૦.૩૯ ૧૫.૧૦
વેણું-ર ૨.૮૯ ૧૨.૨૦
આજી-૩ ૦.પ૯ ૧ર.ર૦
ડોડી ર.૧૩ ૩.૦૦
ન્યારી-ર ૦.૩૩ ૧૪.૪૦
મોરબી જીલ્લો
મચ્છુ-૧ ૦.પ૯ ૧૩.૭૦
મચ્છુ-ર ૦.૪૩ ૧૭.૦૦
ડેમી-ર ૧.૮૦ ૯.૦૦
બંગાવડી પ.૯૧ ૧૧.૭૦
જામનગર જીલ્લો
સસોઇ ૪.૧૩ ૧ર.૦૦
પન્ના ૧.૯૦ ૭.૪૦
સપડા ૧.૪૧ ૮.૩૦
ફુલઝર-ર ૧૧.૮૧ --
ડાઇ- ૧.રપ ૪.૬૦
મીણસાર
રંગમતી ૩.ર૮ ૪.૩૦
કંકાવટી ૧.૭૧ --
વાડીસંગ ૦.૧૦ ૬.ર૦
રૂપાવટી ર.૩૦ ૭.૧૦
રૂપારેલ ર.૬ર ૬.૧૦
સસોઇ-ર ૩.ર૮ ૧૪.૪૦
ઓવરફલો
દ્વારકા જીલ્લો
વર્તુ-ર ૯.૩પ ૩.૧૦
શેઢા ર.૧૩ ૩.૮૦
ભાડપરી
વેરાડી-ર ર.૧૩ ૭.૪૦
સુરેન્દ્રનગર
વઢવાણ ર.પ૩ ૬.૧૦
ભોગાવો-૧
પોરબંદર જીલ્લો
સોરઠી ૧૯.૬૯ ૭.૦૦
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
