<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

૧૯ મીએ સુત્રાપાડામાં ડો.ભરત બારડની પુણ્‍યતિથિએ સર્વરોગ નિદાન-રકતદાન કેમ્‍પ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા., ૧૧: સ્‍વ. ડો. ભરતભાઇ બારડની ૧૬ મી પુણ્‍યતિથિ નિમિતે ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા આયોજીત સુત્રાપાડા ખાતે યોજવામાં આવશે. સર્વ રોગ નિદાન કેમ્‍પ તેમજ બ્‍લડ ડોનેશન કેમ્‍પ ગુજરાત રાજય સરકારના પુર્વ કેબીેનેટ મંત્રી જશાભાઇ બારડના નાના સુપુત્ર તેમજ ગિર સોમનાથ જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ બારડના અનુજ એવા સ્‍વ.ડો.ભરતભાઇ બારડ જેઓનું ગોવા ખાતે અકસ્‍માતે અવસાન થયેલ હતું. તેઓની ૧૬મી પુણ્‍યતીથી નિમિતે તેઓના પરિવાર દ્વારા સ્‍વ. ભરત બારડની સેવાકીય ભાવનાને જાગૃત રાખવા દર વર્ષે સામાજીક સેવાકીય કાર્યો કરે છે.

ડો.ભરતભાઇના સપનાને સાકાર કરવા તેમના પરિવાર દ્વારા વિવિધ  મેડીકલ કેમ્‍પો જેવા કે નેત્રયજ્ઞ કેમ્‍પ, マદયરોગ કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્‍વ. ડો.ભરતભાઇ બારડની પુષ્‍પાંજલી કાર્યક્રમ સાથે સર્વરોગ નિદાન કેમ્‍પ તેમજ બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સર્વરોગ નિદાન કેમ્‍પમાં રાજકોટની મલ્‍ટી સ્‍પેશ્‍યાલીસ્‍ટ સિનર્જી હોસ્‍પીટલના (૧) マદયરોગ નિષ્‍ણાંત કાર્ડીઓલોજીસ્‍ટ ડો. વિશાલ પોપટાણી (ર) マદયશ્રોગ સર્જરી અને ટ્રાન્‍સપ્‍લાન્‍ટના નિષ્‍ણાંત કાર્ડીઓવાસ્‍કયુલર ડો.માધવ ઉપાધ્‍યાય (૩) મગજ, કરોડ રજ્જુ અને સ્‍નાયુના નિષ્‍ણાંત ન્‍યુરોલોજીસ્‍ટ ડો. હિરલ હાલાણી શેઠ (૪) કેન્‍સરની સર્જરીના નિષ્‍ણાંત ડો.સિતાંશુ શેખર (પ) મૂત્રાસય, પથરી અને પ્રોસ્‍ટેટ સર્જરીના નિષ્‍ણાંત ડો.કૃણાલ કુંદડીયા (૬) ઇન્‍ટરલ મેડીસીન તાવ, ડાયાબીટીસ, બી.પી. ફેફસાના નિષ્‍ણાંત ડો.કપિલ રાઠોડ, (૭) પેટ તથા આંતરડાની સર્જરીના નિષ્‍ણાંત લેપ્રોસ્‍કોપીક ડો. અરનબ ચટ્ટોપાધ્‍યાય (૮) હાડકા, ઘુટણ, સાંધા બદલાવવા અને જોઇન્‍ટ રીપ્‍લેસમેન્‍ટના સર્જન ડો. દિક્ષીત સવજીયાણી (૯) બાળકોના રોગોના નિષ્‍ણાંત ડો.નીલ વાછાણી (૧૦ )સ્ત્રી રોગ અને વ્‍યંધત્‍વ નિષ્‍ણાંત ગાયનેકોલોજીસ્‍ટ  ડો. રૂકેશ ઘોંડાસરા હાજર રહેશે.

ઉપરોકત તમામ સીેનર્જી સ્‍પેશ્‍યાલીસ્‍ટ હોસ્‍પીટલનાં સુપર સ્‍પેશ્‍યાલીસ્‍ટ ડોકટરો દ્વારા દર્દીનું નિદાન ફ્રીમાં કરી આપવામાં આવશે. બ્‍લડ સુગર, બ્‍લડ પ્રેશર, તેમજ ઇસીજી રીપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે. ઉપરાંત જશાભાઇ બારડ દ્વારા તમામ દર્દીઓને જરૂરીયાત મુજબની દવા વિનામુલ્‍યે (ફ્રી) આપવામાં આવશે. ઉપરાંત બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. જરૂરીયાતમંદ લોકોને ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી રાજકોટ લેબોરેટરી દ્વારા આ બ્‍લડ પુરૂ પાડવામાં આવશે.

ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં બ્‍લડ દેનાર તમામ વ્‍યકિતઓને રેડ ક્રોસ સોસાયટી રાજકોટ બ્‍લડ બેન્‍ક શાખા દ્વારા ભેંટ સ્‍વરૂપે સર્ટીફીકેટ તેમજ ડીનર સેટ આપી પ્રોત્‍સાહીત કરવામાં આવશે. તમારૂ રકતદાન ૩ (ત્રણ) વ્‍યકિતઓને જીવન દાન આપી શકશે.

આ કેમ્‍પ તા.૧૯-૭-ર૦ર૪ના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી ડો.ભરત બારડ શૈક્ષણીક સંકુલ બસ સ્‍ટેન્‍ડ પાસે રાખવામાં આવેલ છે. તેમજ સવારે ૯ કલાકે ડો.ભરતભાઇ બારડની શ્રધ્‍ધાંજલી રૂપે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ છે. અને તેઓના ઘરે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

લાભ લેવા પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ ગિરસોમનાથ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઇ બારડ અને ઇન્‍ડીયન રેડ ક્રોસ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખાના ચેરમેન અજયભાઇ બારડે જણાવેલ છે. વધુ માહીતી માટે કમલેશભાઇ મકવાણા મો. ૯૯ર૪૯ ૭૦૪૪૦નો સંપર્ક કરવા જણાવ્‍યું છે.

(11:40 AM IST)