<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th July 2024

શ્રી વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા લોહરાણા સમાજનાં વિદ્યાર્થીઓ માટે જામનગર જિલ્લાની વિવિધ ફેકટરીની સ્થળ મુલાકાત યોજાશે

વહેલો તે પહેલા 50 વિદ્યાર્થી ભાઇઓ બહેનો જોડાઈ શક્શે : વિદ્યાર્થીઓને નોકરી કે વેપાર વાણિજય, ઉત્પાદન તથા ટેકનિકલ બાબતો જાણી શકે તેવો હેતુ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૧ : શહેરમાં વસતા અને ઉચ્ચ શિક્ષણ યાને વિવિધ ફેકલ્ટી ની કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નોકરી કે વેપાર વાણિજય, ઉત્પાદન વિગેરેની જાણકારી મળે, ટેકનિકલ બાબતો જાણી શકે તેવા લોહાણા સમાજનાં 50 વિદ્યાર્થી ભાઇઓ બહેનો માટે અલગ અલગ ફેકટરીની સ્થળ મુલાકાત લઈ માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવેલ છે..આ માટે વાહનની વ્યવસ્થા નાસ્તા ,ભોજનની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે.

        સવારથી સાંજ સુધીની આ ફેક્ટરી મુલાકાત - પ્રવાસમાં જે વિદ્યાર્થીઓ આવવા માંગતા હોયતેઓએ સંસ્થાના કાર્યાલય 225 માધવ દર્શન કોમ્પલેક્ષ, ક્રિકેટ બંગલા સામે જામનગર ખાતે 11ને ગુરુવાર થી 13 ને શનિવાર  બપોરે 1થી 4 વાગ્યા સુધીમાં એક પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ફોર્મ ભરી નિયત ફી ભરપાઈ કરી નામ નોંધાવી જવા પ્રમુખ ભરત કાનાબારની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(2:26 PM IST)