તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Thursday, 11th July 2024
ઉપલેટા કોલેરા કાંડ : ૮ કારખાનેદારો સામે કોર્ટમાં કેસ કરાયા છે : આકરો દંડ-સજાની જોગવાઇનો નિર્દેશ
એઇમ્સ તથા અન્ય આરોગ્ય નિષ્ણાંતો -ડોકટરોએ પાણી અથવા ખાણીપીણીને કારણે કોલેરા થયાનો રીપોર્ટ આપ્યો છે : કારખાનમાંથી સેનેટરી-પાણીના સેમ્પલ લેવાયા તે પણ ફેઇલ થયા છે : તંત્રને પણ જાણ કરી નથી : પ્રભવ જોષી :ઇન્ડસ્ટ્રીયલ સેફટી અધીકારીએ લેબર કોર્ટમાં ફરીયાદ કરી છે કલેકટરની પત્રકારો સાથે વાતચીત

રાજકોટ, તા. ૧૧ : ઉપલેટાના સાઠ તથા અન્ય આસપાસના વિસ્તારમાં કોલેરા ફાટી નીકળતા પ બાળકોના કરૂણ મોત તથા અન્ય લોકો અસરગ્રસ્ત થતા કલેકટર પોતે દોડી ગયા હતા. તપાસ માટે ડોકટરો-અધિકારીઓની ટીમો દોડાવી રીપોર્ટ માંગ્યો હતો.
આ રીપોર્ટ અંગે કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ કે, હાલ છેલ્લા ૧પ દિવસમાં કોઇ શંકાસ્પદ કેસ આવ્યો નથી, અમે એઇમ્સના ડોકટરો તથા અન્ય આરોગ્ય નિષ્ણાંતો-ડોકટરોની ટીમો મોકલી હતી અને તે લોકોના રીપોટૃમાં દૂષિત પાણી તથા ખાણીપીણીના કારણે કોલેરા થયાનો રીપોર્ટ આવ્યો છે. કલેકટરે ઉમર્યુ હતું કે ઉદ્યોગોની કંડીશન જોતા ત્યાના કુવાનું -બોરનું પાણી-સેનેટરીના સેમ્પલ લેતા તે પણ ફેઇલ ગયા હતા, પ્રાથમિક રીતે તમામ કારખાનેદારો જવાબદાર હોવાનું ફલિત થયું છે અને આ ૮ કારખાનેદારો સામે ઇન્ડસ્ટ્રીઝ સેફટી એન્ડ હેલ્થ અધીકારીએ લબર કોર્ટમાં વિવિધ ૬ જેટલી કલમો હેઠળ કેસો દાખલ કર્યા છે.
કલેકટર ઉમેર્યુ હતુ઼ કે કારખાનેદારોએ ઝાડા-ઉલ્ટીની ઘટનાઓ બની છતાં તંત્રને જાણ કરી ન હતી, પલ્સ-પોલીયોની ઝુંબેશ દરમિયાન કંઇક અજુગતુ બન્યાનું બહાર આવ્યુ઼ હતો. તમામ ૮ કારખાનાદારો સામે ફેકટરી એકટ હેઠળ કેસો દાખલ કરી નોટીસો ફટકારઇ છે.
કલેકટરે નિર્દેશ આપેલ કે આ કેસોમાં આકરો દંડ અને આકરી સજાની જોગવાઇ છે. (૯.૩૦)
કારખાના ધારા ૧૯૪૮ હેઠળ કરેલ કાર્યવાહીની વિગતો
કારખાનાનું નામ કરેલ કાર્યવાહીની વિગત
હીરામોતી એન્ટરપ્રાઇઝ કારખાનાધારા ૧૯૪૮ ની કલમ -૧૧, ૧૯ તથા ગુજરાત કારખાના નિયમો ૧૯૬૩ ના નિયમ ૩ (એ), ૪(૧), ૧૧૦(૧), ૩(સી), ૩૬ (બી), ૩૭ ના કાયદાભંગ બાબત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.
સંસકાર પોલીમર્સ કારખાનાધારા ૧૯૪૮ ની કલમ -૧૧, ૧૯ તથા ગુજરાત કારખાના નિયમો ૧૯૬૩ ના નિયમ ૩ (એ), ૪(૧), ૧૧૦(૧), ૩(સી), ૩૬ (બી), ૩૭, ૩૮(ર) ના કાયદાભંગ કાયદા ભંગ બાબત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.
ઘનશ્યામ પોલીમર્સ કારખાનાધારા ૧૯૪૮ ની કલમ -૧૧, ૧૯ તથા ગુજરાત કારખાના નિયમો ૧૯૬૩ ના નિયમ ૩ (એ), ૪(૧), ૧૧૦(૧), ૩(સી), ૩૬ (બી), ૩૭, ના કાયદા ભંગ કાયદાભંગ બાબત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.
આશ્રય પોલિમર્સ કારખાનાધારા ૧૯૪૮ ની કલમ -૧૧, ૧૯ તથા ગુજરાત કારખાના નિયમો ૧૯૬૩ ના નિયમ ૩ (એ), ૪(૧), ૧૧૦(૧),૩(સી), ૩૬ (બી), ૩૭, ના કાયદા ભંગ કાયદા ભંગ બાબત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.
ખોડીયાર કૃપા એન્ટરપ્રાઇઝ કારખાનાધારા ૧૯૪૮ ની કલમ -૧૧, ૧૯ તથા ગુજરાત કારખાના નિયમો ૧૯૬૩ ના નિયમ ૩ (એ), ૪(૧), ૧૧૦(૧), ૩(સી), ૩૬ (બી), ૩૭, ૩૮(ર) ના કાયદાભંગ કાયદા ભંગ બાબત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.
રવિરાજ પોલિટેક કારખાનાધારા ૧૯૪૮ ની કલમ -૧૧, ૧૯ તથા ગુજરાત કારખાના નિયમો ૧૯૬૩ ના નિયમ ૩(એ), ૪(૧), ૧૧૦(૧), ૩(સી), ૩૬(બી), ૩૭ ના કાયદા ભંગ બાબત કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ છે.
અક્ષર પોલિમર્સ કારખાનાધારા ૧૯૪૮ ની કલમ -૧૧, ૧૯ તથા ગુજરાત કારખાના નિયમો ૧૯૬૩ ના નિયમ ૩(એ), ૪(૧), ૧૧૦(૧), ૩(સી), ૩૬(બી), ૩૭ ના કાયદા ભંગ બાબત કોર્ટમાં
ફરીયાદ દાખલ કરેલ છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
