News of Thursday, 11th July 2024
હૃદયરોગના હુમલાએ સૌરાષ્ટ્રનાં ડોકટરનો જીવનદિપ ઓલવી નાંખ્યો
ધ્રોલમાં શ્રી ધન્વતરી નિદાન કેન્દ્રવાળા ડો. આર.એસ. આચાર્યના મોતથી અરેરાટી : ૩ વર્ષ પહેલા એકના એક પુત્રનું પણ મૃત્યુ થયુ'તુ

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ,તા.૧૧ : ધ્રોલમાં હૃદયરોગના હુમલાથી તબીબીનું મૃત્યુ થતા અરેરાટી વ્યાપી છે.
ધ્રોલમાં છેલ્લા ધણા વર્ષોથી શ્રી ધન્વન્તરી નિદાન કેન્દ્રના નામે દવાખાનું ચલાવતા ડૉ.આર. એસ. આચાર્ય (ઉ.વ. ૫૬) રે. ધ્રોલના વળંદાવન સોસાયટી રહેતા ગત મોડી રાત્રીના તેમને છાતી મા અચાનક દુઃખાવો ઉપડતા તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ હોસ્પિટલ પહોચે તે પહેલા જ હાર્ટએટેક થી મોત નિપજ્યું હતું. પ્રાથમિક વિગત અનુસાર મુળ ઉપેલટા હાલ ધ્રોલ રહેતા ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ડોક્ટર રવિ સાકરલાલ આચાર્યના ૩ વર્ષ પહેલા તેનાં એક ના એક પુત્રનું મળત્યુ થયું હતું....
સરળ અને મિલનસાર સ્વભાવ ધરાવતાં તબીબ લોકોમાં સારી એવી લોકચાહના ધરાવતા હતા. તેનાં અચાનક મળત્યુથી તેનાં પરિવાર તેમજ લોકોમાં ભારે આઘાતની લાગણી પ્રસરી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
