News of Friday, 12th July 2024
ભાદર ડેમમાં પાણીની આવક સતત ચાલુ સપાટી ૧૩ ફુટને વટાવી ગઇઃ ર૯ ડેમોમાં નવા પાણી આવ્યા

રાજકોટ તા. ૧ર :.. મેઘરાજાની હળવા - ભારે મહેરબાનીને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ જીલ્લાના ર૯ ડેમોમાં નવા પાણીની આવક થઇ છે, જેતપુર નજીકના ભાદર ડેમમાં નવા પાણીની આવક સતત ચાલુ છે, વધુ ૦.૩૯ ફુટ નવુ પાણી આવતા જીવંત સપાટી ૧૩ ફુટને વટાવી ૧૩.૧૦ ફુટે પહોંચી છે, જો કે આ ડેમ ૩૪ ફૂટે છલકાય છે.
અન્ય ડેમોની વિગતો જોઇએ તો ફોફળ ૦.૬ર ફુટ, વેણુ-ર -૦.ર૦, આજી-૩-૦.૩૦, સૂરવો-૦.૩૩, ન્યારી-ર-૦.૩૩, ખોડાપીપર-૦.૩૩, ડેમી-ર-૧.૩૧, બંગવાડી-૧.૬૪, બ્રાહ્મણી-ર-૦.૧૬, સસોઇ-૦.૬ર, પન્ના-૦.૪૬, સપડા-૦.૭૯, વિજરાખી-૦.૪૯, ડાઇમીણસાર-૦.૬૬, ફોફળ-ર-૧.૪૮, રંગમતી-૧ ફુટ, કંકાવટી-ર.૪૩, વાડીસંગ-૦.૩૩, રૂપાવટી-૦.૩૩, રૂપારેલ ૦.૬૬, વર્તુ-૧-૧.૬૪, વર્તુ-ર-૪.૭૬, કાબરકા-૦.૩૩, વઢવાણ-ભોગાવો-ર-૦.ર૦, તથા સોરઠી ડેમમાં-૦.૩૩, ફુટની આવક થવાનું સિંચાઇ ખાતાના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
