તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 13th July 2024
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફુલોનો દિવ્ય શણગાર

રાજકોટ તા.૧૩: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. શ્રી કષ્ટભંનજન દેવ હનુમાન દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ".
(9:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
