<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th July 2024

જુનાગઢના ડો.પુજા ટાંક ફેમિના મેગેઝિનના કવર પેજ પર છવાયા

જુનાગઢઃ પ્રેરણા સ્‍કીન હોસ્‍પિટલના ચામડીના રોગના નિષ્‍ણાંત ડો.પુજા ટાંક (કોયાણી) મહિલાઓના પ્રસિધ્‍ધ મેગેઝિન ફેમિનાના કવર પેજ પર છવાયા છે. ફેમિના ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાની મેગેઝીન છે જેમાં સોૈરાષ્‍ટ્ર-કચ્‍છના ૪ ફિમેલ ડર્મટોલીસજિસ્‍ટજને સ્‍થાન મળેલ છે. ફેમિનાનો એક સ્‍કીન એકસપર્ટસ સ્‍પેશ્‍યલ અંક છે. જેમાં દેશભરમાં ફિમેલ ડર્મટોલીજિસ્‍ટની માહિતી છે. અત્રે ઉલ્લખેનિય છે કે ડો.પુજા ટાંક (કોયાણી) આ અંકના કવર પેજ પર પ્રકાશિત થતા ડો.પુજા ટાંક પર અભિનંદન વર્ષા થઇ રહી છે. અને લોકો શુભેચ્‍છા પાઠવી રહયા છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(10:58 AM IST)