News of Sunday, 14th July 2024
જામનગર દાહોદ બસ પલ્ટી ખાઇ ગઇ

વઢવાણ : લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર જામનગરથી દાહોદ જતી એસટી બસનો અકસ્માત સર્જાયો હતો. બસના ચાલક સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઇ ગઇ હતી. જેમાં ડ્રાઇવર અને કંડકટર સહિત સાંત વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તમામને લોહીલુહાણ હાલતમાં તાકીદે ૧૦૮ વાનમાં સારવાર અર્થે લીંબડીની આર.આર. સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લીંબડી અમદાવાદ હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થયા હતા. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લીંબડી પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. (તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
