<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th July 2024

જામનગર, ઓખા અને પોરબંદર થી ભાવનગર માટે ત્રણ જોડી સ્‍પેશિયલ ટ્રેનોની એક-એક ટ્રીપ ચલાવવામાં આવશે

રાજકોટ, તા. ૧૩: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ૧૪ જુલાઈથી ૧૯ જુલાઈ, ૨૦૨૪ દરમિયાન જામનગર-ભાવનગર, ઓખા-ભાવનગર અને પોરબંદર-ભાવનગર વચ્‍ચે ૩ જોડી સ્‍પેશિયલ ટ્રેનો (અનરિજર્વ્‍ડ) ની એક-એક ટ્રીપ ચલાવવાનું નક્કી કર્યું છે. વિગતો નીચે મુજબ છે.

૧)  ટ્રેન નંબર ૦૯૪૧૨ જામનગર-ભાવનગર સ્‍પેશિયલ જામનગર થી ૧૪.૦૭.૨૦૨૪ ના રોજ ૨.૦૦ કલાકે ઉપડશે, રાજકોટ ૦૪.૦૦ કલાકે અને ભાવનગર ટર્મિનસ ૧૦.૩૦ કલાકે પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર ૦૯૪૧૧ ભાવનગર-જામનગર સ્‍પેશિયલ ભાવનગર ટર્મિનસ થી ૧૪.૦૭.૨૦૨૪ ના રોજ ૧૮.૦૦ કલાકે ઉપડશે, બીજા દિવસે ૦૨.૦૫ કલાકે રાજકોટ અને ૦૬.૧૫ કલાકે જામનગર પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં હાપા, રાજકોટ, ભક્‍તિનગર, ગોંડલ, જેતલસર, જેતપુર, કુંકાવાવ, લુણીધાર, લાઠી, ધસા, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્‍ટેશનો પર ઉભી રહેશે.

૨)  ટ્રેન નંબર ૦૯૪૦૪ ઓખા-ભાવનગર સ્‍પેશિયલ ઓખા થી ૧૫.૦૭.૨૦૨૪ ના રોજ ૨૩.૨૦ કલાકે ઉપડશે, બીજા દિવસે ૦૪.૦૫ કલાકે રાજકોટ અને ૧૦.૪૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર ૦૯૪૦૩ ભાવનગર-ઓખા સ્‍પેશિયલ ભાવનગર ટર્મિનસ થી ૧૬.૦૭.૨૦૨૪ ના રોજ ૧૮.૪૫ કલાકે ઉપડશે, બીજા દિવસે ૦૦.૩૦ કલાકે રાજકોટ પહોંચશે અને ૦૭.૦૦ કલાકે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશા માં દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, સુરેન્‍દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્‍ટેશનો પર ઉભી રહેશે..

૩)  ટ્રેન નંબર ૦૯૫૮૦ પોરબંદર-ભાવનગર સ્‍પેશિયલ પોરબંદર થી ૧૮.૦૭.૨૦૨૪ ના રોજ ૨૩.૦૦ કલાકે ઉપડશે, બીજા દિવસે ૦૪.૦૫ કલાકે રાજકોટ પહોંચશે અને ૧૦.૩૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રિટર્ન માં, ટ્રેન નંબર ૦૯૫૭૯ ભાવનગર-પોરબંદર સ્‍પેશિયલ ભાવનગર ટર્મિનસ થી ૧૯.૦૭.૨૦૨૪ ના રોજ ૧૮.૪૫ કલાકે ઉપડશે, બીજા દિવસે ૦૦.૩૦ કલાકે રાજકોટ અને ૦૬.૫૦ કલાકે પોરબંદર પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્‍દ્રનગર, સુરેન્‍દ્રનગર ગેટ, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પરા સ્‍ટેશનો પર ઉભી રહેશે.

 નોંધનીય છે કે ઉપરોક્‍ત તમામ ટ્રેનો માં અનરિઝર્વ્‍ડ એટલે કે જનરલ કોચ લાગશે અને આ તમામ ટ્રેનોની માત્ર એક-એક જ ટ્રીપ ચલાવવામાં આવશે. ટ્રેનોના સ્‍ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કળપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

(10:06 AM IST)