<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

જેતપુરમાં પિતરાઈ ભાઈએ ભાઈને છરી હુલાવી પતાવી દીધો : હિસાબની બબાલમાં ખૂની ખેલ ખેલાયો

રણજિત ભાઈને તેના પિતરાઈ ભાઈએ માંડવાના આયોજનના હિસાબને લઈને ચર્ચા કરવા માટે બોલાવીને તીક્ષ્‍ણ હથિયારના ઘા મારીને હત્યા કરી

જેતપુરના થાણાગાલોલ ગામે પિતરાઈ ભાઈ દ્વારા યુવકની હત્યા કરવાની ઘટના સામે આવી છે.. ગામના મંદિરમાં માંડવાના આયોજનનો હિસાબ રાખનાર રણજિત ભાઈને તેના પિતરાઈ ભાઈએ માંડવાના આયોજનના હિસાબને લઈને ચર્ચા કરવા માટે બોલાવીને તીક્ષ્‍ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી...

ગામમાં વેલનાથ મંદિરના માંડવામાં ખર્ચાનો હિસાબ અશોક મકવાણા દ્વારા માંગવામાં આવ્યો હતો.

અશોક મકવાણાનો એવો આક્ષેપ હતો કે રણજીત માંડવાના આયોજનના પૈસા ખાઈ ગયો છે... આ બાબતે તે બંને વચ્ચે તુતુમેમે થઈ હતી... જે ઝઘડો થતાં તેણે રણજીતને તીક્ષ્‍ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી...

આ બનાવની જાણ કોઈક મિત્રએ રણજીતના પરિવારને કરતાં રણજીતનો મોટો ભાઈ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અશોકને ફરાર થતાં જોઈ ગયો હતો... રણજીતને હોસ્પિટલ લઈ જતાં તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ મોટા ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી.

(12:04 AM IST)