News of Monday, 15th July 2024
હત્યાના ગુનામાં મોરબી સબ જેલમાં બંધ આરોપીનું બીમારી સબબ મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીની સબ જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી બંધ હોય જેનું બીમારીને પગલે મોત હતું હતું જે બનાવ મામલે પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશનો વતની અર્જુન જવરચંદ ગામર (ઉ.વ.૩૫) વાળો હત્યાના ગુનામાં મોરબી સબ જેલમાં સજા કાપતો હોય અને ગત તા. ૦૬ જુલાઈના રોજ ટીબીની બીમારીને કારણે મોરબીની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો બાદમાં વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમીયાન મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
