News of Monday, 15th July 2024
માળિયાના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈને પોલીસે ૧૦,૨૦૦ ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટ ઉમિયા શેરી પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા દલસુખ નાથાભાઈ ધોરકડીયા, ઓધવજી હેમુભાઈ સુરાણી, સીધાભાઈ નાનજીભાઈ ઉપાસરીયા, લાભુભાઈ પ્રભુભાઈ ધોરકડીયા અને કાસમ અબ્દુલ ચાનિયા રહે બધા જુના ઘાટીલા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૦,૨૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
