News of Monday, 15th July 2024
મોરબીના બેલા નજીક મોપેડને ડમ્પર ચાલકે રોડ પર ધસડ્યું, મોપેડ ચાલક આધેડનું મોત.
અકસ્માત સર્જી ડમ્પર રેઢું મૂકી ચાલક નાસી ગયો, પોલીસ ફરિયાદ નોંધાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના બેલા ગામની સીમમાંથી મોપેડ લઈને આધેડ પસાર થતા હોય ત્યારે ડમ્પર ચાલકે અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડને ડ્રાઈવર સાઈડના આગળના ટાયરમાં હડફેટે લઈને મોપેડ રોડ પર ઢસડી મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી ડમ્પર મૂકી નાસી ગયો હતો.
નાની વાવડી ન્યુ ગાયત્રી સોસાયટીમાં રહેતા ચેતનભાઈ ભીખાભાઈ સાકરિયાએ ડમ્પર જીજે ૩૬ વી ૫૪૪૫ ના ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદના મામા હસમુખભાઈ ભગવાનજીભાઈ બોપલીયા પોતાનું મોપેડ જીજે ૦૩ ઈકયું ૯૫૪૨ લઈને પીપળી રોડ પરથી જતા હતા ત્યારે ડમ્પર જીજે ૩૫ વી ૫૪૪૫ ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી હસમુખભાઈ બોપલીયાને ડ્રાઈવર સાઈડ ના આગળના ટાયરમાં હડફેટે લઈને મોપેડ સાથે રોડમાં ઢસડી શરીરે ગંભીર ઈજા કરી સ્થળ પર જ મોત નીપજાવ્યું હતું.
અકસ્માત બાદ ડમ્પર રોડ પર રેઢું મૂકી ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
