<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

વિસાવદર પંથકમાં ગૌચરની જમીનો પર દબાણકર્તાઓ પર તોળાઈ રહેલ કડક કાર્યવાહી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૩: વિસાવદરમાં છેલ્લા ચારેક દિવસથી માલધારીઓના ભારે આક્રોશ બાદ જિલ્લા વહિવટી તંત્ર એક્‍શન મોડમાં આવ્‍યાનુ ચિત્ર ખડુ થઈ રહ્યુ છે. વિસાવદર પંથકમાં દબાણ કરેલ ૧૨ સર્વે પૈકી ૯ની માપણી કરી, નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરાયાનુ અને કુલ ૪૪૬ હેક્‍ટરમાં દબાણ થયાનુ સામે આવ્‍યાનુ તથા દબાણ ન હટાવનાર સામે લેન્‍ડગ્રેબીંગ હેઠળ કાર્યવાહી તોળાઈ રહ્યાનુ બહાર આવતા ફફડાટ વ્‍યાપી ગયો છે. વહીવટીતંત્ર આગામી દિવસોમાં કેવી કાર્યવાહી કરે છે તે બાબતે સમગ્ર પંથકમાં જબરી ઉત્‍કંઠા ઉભી થઈ છે.

(10:49 AM IST)