News of Monday, 15th July 2024
ટ્રેકટર પાછળ ટકરાતા પાઇપ છાતીની આરપાર થઇ જતાં યુવાનનું મૃત્યુ
કેશોદના માણેકવાડા પાસે અકસ્માત : સ્થળ પર જ મોત

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૧૫ કેશોદના શ્રદ્ધા સોસાયટી વિસ્તારમાં રહેતો પરેશ ઉર્ફે ભૂરો નરોતમભાઈ લોઢીયા નામનો યુવાન ૨૫ દિવસથી તેના પરિવાર સાથે કેશોદ થી રાજકોટ રહેવા ગયો હતો. શનિવારે કામકાજ અર્થે કેશોદ આવ્યો હતો. અને રાત્રે ૮ વાગ્યાની આસપાસ જીજે ૦૩ જેકે ૮૨૧૯ નંબરના બાઈક ઉપર કેશોદ થી રાજકોટ તરફ જઈ રહ્યો હતો.
ત્યારે બાઈકને પૂર ઝડપે ચલાવતા માણેકવાડા પાસે હોટલ સામે આગળ જઈ રહેલા ટ્રેક્ટર માં લગાવેલ ખાડા ગાળવાનાં મશીનમાં બાઈક ટકરાતા મશીનનો લોખંડનો પાઈપ છાતીમાંથી આરપાર નીકળી જતા ગંભીર ઈજા થવાથી પરેશ ઉર્ફે ભૂરોનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. આ પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત કેશોદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ᅠ
આ અકસ્માત અંગે મૃતકનો પિતરાઈ વિવેક રમેશભાઈ લોઢિયાની ફરિયાદ લઇ કેશોદ પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
