<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

જેતપુરમાં અગાસીએથી પટકાતાં પોણા બે વર્ષની ધ્‍વનીનું મોત

રેલીંગ પરથી નીચે જોવા જતાં પટકાઇઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૫: જેતપુરમાં ફુલવાડી વિસ્‍તાર શેરી નં. બીમાં રહેતાં વિપુલભાઇ કારેલીયા અને પૂનમબેન વિપુલભાઇ કારેલીયાની દિકરી ધ્‍વની (ઉ.વ. પોણા બે) સાંજે સાતેક વાગ્‍યે અગાસી પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ ધ્‍વની સાંજે અગાસી પર રમવા ગઇ હતી. ત્‍યારે રેલીંગમાંથી નીચે જોવા જતાં પટકાઇ હતી. માથા શરીરે ઇજાઓ થતાં જેતપુર ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. મૃત્‍યુ પામનાર ધ્‍વની ત્રણ બહેનમાં નાની હતી. તેના પિતા વિપુલભાઇ મિષાી કામ કરી ગુજરાન ચલાવે છે. લાડકવાયીના મૃત્‍યુથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ભાવેશભાઇ મકવાણા, તોૈફિકભાઇ જુણાચે  જેતપુર પોલીસને જાણ કરી હતી.

(11:57 AM IST)