<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ભૂપેન્‍દ્રભાઇ પટેલને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા જસદણ ભાજપ આગેવાન

(હિતેશ ગોસાઇ દ્વારા) જસદણ,તા. ૧૫: ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આજે જન્‍મદિવસ છે. તેઓએ આજે ૬૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જસદણ જીઆઇડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઇ રાઠોડે શુભકામના પાઠવી હતી. દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્‍વભાવે મુદુ તેમજ મક્કમ એવા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ પોતાના આગવા સ્‍વભાવના કારણે નાનાથી માંડી મોટામાં ખૂબ લોકપ્રિય છે.

(2:37 PM IST)