News of Monday, 15th July 2024
મોરબી: ઉંચી માંડલના જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા ગાયોને 1 હજાર કિલો સુખડી ખવડાવાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના ઉંચી માંડલના જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા 1 હજાર કિલો સુખડી બનાવીને 12 જેટલી જુદી જુદી ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવી હતી. છેલ્લા 11 વર્ષથી આ સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા ઢોલ-ત્રાસા વગાડીને તેમાં જે આવક થાય તેમાંથી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. મંડળ દ્વારા 12 જેટલી ગૌશાળામાં ઘાસચારો આપવામાં આવે છે. સાથે જ બીમાર ગાયોની સારવાર પણ કરાવવામાં આવી રહી છે. ત્યારે હાલ જય બજરંગ ગૌસેવક મંડળ દ્વારા એક હજાર કિલો સુખડી બનાવવામાં આવી હતી અને વિવિધ ગૌશાળામાં જઈને ગાયોને ખવડાવવામાં આવી હતી.
(11:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
